________________
ध्यानविचार-सविधेचन
[ ૨૦૧ મને ગુપ્તિ ચારિત્રનું મુખ્ય અંગ છે.
ત્રિપ્રકારાત્મક આ મનગુપ્તિના બે પ્રકારે પ્રણિધાનાદિમાં સમાયેલા છે તે આ રીતે – “પ્રણિધાન'માં અશુભ કપના–જાળનો નિરોધ છે. “સમાધાન'માં શુભ વિચારોનું પ્રવર્તન છે, “સમાધિ” અને “કાકા” માં સ્થિર સમત્વ છે. તેના પ્રભાવે આત્મરમણુતારૂપ ત્રિી પ્રકાર ‘મિનીકરણ” માં પ્રાપ્ત થાય છે, તે આગળ બતાવવામાં આવશે.
એ જ રીતે મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિમાં તથા શુભ પ્રવૃત્યાત્મક અને અશુભ નિવૃત્યાત્મક ત્રણ ગુપ્તિ પણ પ્રણિધાન અને સમાધાનમાં યથાર્થ રીતે ઘટી જાય છે.
- આ પાંચ સમિતિ અને ત્રણ ગુતિરૂપ અષ્ટ-પ્રવચન-માતા એ અધ્યાત્મ-ગની જનની છે. જીવનમાં ધર્મ કહો કે અધ્યાત્મ–ચોગ કહે – તેને જન્મ આપનાર, તેનું સુંદર રીતે સંરક્ષણ અને સંવર્ધન કરનાર–આ આઠ (૫*૩=૪) માતાઓ છે.
શ્રી “પન્નવણુસૂત્રની વૃત્તિમાં “સંયતત્ત્વની–સાધુપણાની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે – “અહી સંયત પણું એટલે નિરવદ્ય (નિષ્પા૫) યોગની પ્રવૃત્તિ અને સાવદ્ય (સપા૫) યોગની નિવૃત્તિરૂપ આંતર ચારિત્રના પરિણામ (અધ્યવસાય)થી જે યુક્ત હોય તેને જાણવું. - સાધુધર્મ – ચારિત્રયોગની આ વ્યાખ્યા પ્રણિધાનાદિ ચારે યુગમાં યથાર્થ રીતે ઘટતી હોવાથી પ્રણિધાનાદિ ચારિત્ર સ્વરૂપ છે એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે.
સામ, સમ અને સમ્મ (સમ્યફ) સામાયિકના ત્રણ પ્રકાર પણ પ્રણિધાનાદિમાં સમાયેલા છે,
(૧) સામ-સામાયિક મધુર પરિણામરૂપ છે. તેમાં અશુભ નિવૃત્તિરૂપ પ્રણિધાન અને શુભ પ્રવૃત્તિરૂપ સમાધાન રહેલાં છે.
(૨) સમ-સામાયિક તુલ્ય પરિણામરૂપ છે અર્થાત્ રાગ-દ્વેષના પ્રસંગોમાં સમતા -માધ્યરૂપ હોવાથી તે સમાધિરૂપ છે.
(૩) સભ્ય-સામાયિક તન્મયતા પરિણામરૂપ હોવાથી તે કાષ્ઠા સ્વરૂપ છે.
આ રીતે વિચારતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે પ્રણિધાનાદિ ગો એ વ્યવહાર અને નિશ્ચય-બંને પ્રકારના ચારિત્રની શુદ્ધિ અને સ્થિરતાના દ્યોતક છે. ४५. विमुक्तकल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् ।
અમારામ જનતકર્મનોrarદૂતા કહ્યું – “યોજશાસ્ત્ર'-prશ-. આત્ત અને રૌદ્ર પરિણામરૂપ કલ્પનાઓથી રહિત, સમભાવમાં સ્થિર અને આત્મ-સ્વભાવમાં લીનતાવાળા મનને “મનગુપ્તિ' કહે છે. આ રીતે મનગુપ્તિના ત્રણ પ્રકાર છે. ४६. संयतत्त्वमिह निरवोतर योगप्रवृत्तिरूपमान्तरचारित्रपरिणामानुषक्तमवगन्तव्यम् ।
--qન્નવાહૂત્ર-સંયમપત્તિ .”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org