________________
ध्यानविचार-सविवेचन
[ ૨૧૨ હકીકતમાં સાધનાને ક્રમ આ જ છે કે–સર્વ પ્રથમ શુભ ચિંતન અને યમ-નિયમ આદિ શુભ પ્રવૃત્તિ દ્વારા ચિત્તને શુદ્ધ અને સ્થિર કરવું. આ પ્રકારના ચિંતન તેમજ પ્રવૃત્તિ દ્વારા જ્યારે ચિત્તના વિકારો અને વાસનાઓ શમી જાય છે, ત્યારે ઈવનના અભાવમાં અગ્નિ જેમ આપમેળે શાન્ત થઈ જાય છે, તેમ શુભ મન-ચિત્ત વગેરેને પણ તેનું કાર્ય સમાપ્ત થતાં અભાવ થઈ જાય છે. | કુંભાર ચક્રને ગતિમાન કરવા દંડને પ્રયોગ કરે છે, જ્યારે ચક પૂર્ણ ગતિમાન થઈ જાય છે, ત્યારે તે દંડને છોડી દે છે; તે છતાં પૂર્વના વેગને લઈને ચક, અમુક સમય સુધી આપમેળે ગતિ કરતું રહે છે.
તેવી જ રીતે ધ્યાન-પરમ ધ્યાન વગેરેમાં વેગ-પ્રબળતા–તીવ્રતા પેદા કરનાર પ્રણિધાન આદિ ગો છે, એ યોગના દઢ આલંબનથી ધ્યાન જ્યારે નિશ્ચળ બને છે, ત્યારે ચોગજન્ય પૂર્વ વેગના પ્રભાવે જ સાધક-યેગી પરમ નિર્વિકલ્પ સમાધિ અવસ્થાને પામી તેમાં જ થોડો સમય લયલીન બની જાય છે.
પ્રસ્તુત બાર કરણે એ ઊત્તરોત્તર પ્રકર્ષ પામતી પરમ નિર્વિકલ્પ સમાધિની જ અવસ્થાઓ છે.
નિર્વિકલ્પ અનુભવ દશા એ તુર્યદશા છે. તેમાં સુષુપ્તિ, સ્વપ્ન કે જાગૃત દશા અસંભવિત છે, લેશ માત્ર સંભવિત નથી.
આત્માને સાક્ષાત્કાર અનુભવ વડે થઈ શકે છે.
પ્રસ્તુત બાર કરણેમાંથી પ્રથમનાં પાંચ કરણમાં અનુક્રમે મન-ચિત્ત, શરીરગત ચેતના, સંજ્ઞા અને વિજ્ઞાનને અભાવ થાય છે. તેથી તેમાં સ્વપ્ન, સુષુપ્તિ કે જાગૃત દશાને સર્વથા અભાવ થવાથી ઉત્તરોત્તર વિશુદ્ધ–વિશુદ્ધતર દશા હોય છે. શેષ નિર્ધારણીકરણ આદિ સાત કરણેમાં જાતિજ્ઞાનના પ્રકાર (ધારણું, અવાય, ઈડા અને અવગ્રહ) ને પણ અભાવ થતાં એ આત્માનુભવને પ્રકાશ ક્રમશઃ વિશુદ્ધતર બનતું જાય છે.
ચગદેષ્ટા સૂરિપુરંદર પ. પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજે રચેલા ગ વિષયક ગ્રન્થમાં વર્ણવેલા સામર્થ્ય-ગ, વૃત્તિસંક્ષેપ-ચોગ અને નિરાલંબન યોગનો પણ અંતર્ભાવ આ કરણેમાં થાય છે.
સામર્થ્ય–ગ વગેરેનું સ્વરૂપ જેનો ઉપાય શાસ્ત્રમાં બતાવેલ હોવા છતાં, તથા પ્રકારની શક્તિની પ્રબળતાના કારણે જેને વિષય શાસ્ત્રથી પણ પર હોય છે, તે સામર્થ્યોગ ઉન્મનીકરણ આદિ નિર્વિકલ્પ અવસ્થામાં સારી રીતે ઘટી શકે છે. તેમજ પર-પદાર્થના સંયોગથી આત્મામાં ઉત્પન્ન થતી વિભાવિક વૃત્તિઓને ફરી ઉત્પન્ન ન થાય એ રીતે નિરોધ કરવો -તે “વૃત્તિસંક્ષય–ગ ને પણ આ ઉન્મનીકરણ આદિમાં થતી મન-ચિત્ત આદિ વૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org