________________
ध्यानविचार-सविवेचन
[ ૨૨ અર્થ - કરણના છનું પ્રકારો છે. તે નીચે પ્રમાણે જાણવા :
(૧) મન, (૨) ચિત્ત, (૩) ચેતના, (૪) સંજ્ઞા, (૫) વિજ્ઞાન, (૬) ધારણા, (૭) સ્મૃતિ, (૮) બુદ્ધિ, (૯) ઈહા, (૧૦) મતિ, (૧૧) વિતર્ક, (૧૨) ઉપગ.
આ બાર વસ્તુ સંબંધી કરણના છ– પ્રકાર થાય છે. “મારૂ' એટલે મન વગેરે. આ બધામાં (બધાં કરણેમાં) મનને અગ્રસ્થાન આપવું. વિવેચનઃ-આત્મા અતીન્દ્રિય છે, મનસાતીત છે, વિચારના સર્વ પ્રદેશેથી પર છે. આવા આત્માનું જ્ઞાન મન અને ઈન્દ્રિયોથી કઈ રીતે થઈ શકે ?
આમદર્શન–આત્માનુભવની તીવ્ર ઝંખના ત્યારે જ સરળ બની શકે જ્યારે સાધક પિતાના સમગ્ર જીવન વ્યાપારને સમ્યગૂ જ્ઞાન અને આચરણ દ્વારા આત્માનુકૂળ બનાવે, અર્થાત ચંચળ મન અને વિષયાસક્ત ઈન્દ્રિયો ઉપર ક્રમશઃ પૂર્ણ પ્રભુત્વ સ્થાપે.
ધ્યાનયોગની વિશિષ્ટ સાધના દ્વારા જે સાધક ઇન્દ્રિય અને મને જય પ્રાપ્ત કરવામાં સફળ બને છે, તે સાધક ક્રમશઃ મને લયની સાધના દ્વારા મનની ચિંતન પ્રવૃત્તિને નિરોધ કરીને આત્માનુભવને અલોકિક આનંદ અનુભવી શકે છે. '
ઈન્દ્રિયજય એટલે વિષય-વૈરાગ્ય. મને જય એટલે કષાય-ત્યાગ.
અહી જણાવેલ છ-નુ કરણમાં મન, બુદ્ધિ અને ઈન્દ્રિયોની પ્રવૃત્તિનો નિરોધ બતાવવામાં આવે છે. આ નિરોધ જેટલા અંશે થાય છે, તેટલા અંશે સાધક આત્માનુભવના વિશેષ આનંદને પ્રાપ્ત કરે છે.
આત્માનુભૂતિમાં અનન્ય સાધનરૂપ બની રહેતા હોવાથી આ છનું કરણનું “કરણ નામ યથાર્થ છે.
છનું પ્રકારના કરણગમાં બતાવેલી પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠાની સાધના પ્રક્રિયા દ્વારા સાધકની ઇન્દ્રિ, બુદ્ધિ અને મન કમશઃ અશુભમાંથી નિવૃત્ત થઈ, શુભમાં પ્રવૃત્ત થઈ, સમત્વને પ્રાપ્ત થાય છે. વળી માનસિક નિશળતા એવી સિદ્ધ થાય છે કે જેથી સાધકને પિતાના ઉચ્છવાસ આદિને પણ નિરોધ થાય છે.
આ ક્રમથી જે સાધક ઈન્દ્રિયજય અને મનોજયની ભૂમિકાને પ્રાપ્ત કરે છે તે જ સાધક મલય અવસ્થારૂપ “ઉન્મનીકરણ' આદિની દિવ્ય ભૂમિકાઓમાં પ્રવેશ પામવા અને પ્રગતિ સાધવા સમર્થ અને સફળ બની શકે છે – એવું ગર્ભિત સૂચન “કરણગ” પછી કરેલા કરણના વિધાનમાંથી મળે છે.
- યોગ અને કરણુમાં વિશેષતા કરણોગ અને ભાવનગરમાં બાહા આલંબન હોય છે. શુભ-શુદ્ધ મન વગેરેની પ્રવૃત્તિ હોય છે.
કરણમાં આલંબનને અભાવ હોય છે; મન વગેરેની પ્રવૃત્તિને નિરોધ થાય છે. યોગ કારણરૂપ છે, ઉન્મનીકરણ આદિ સાધ્યનું સાધન છે.
કરણ કાર્ય-કારણરૂપ છે, કરણુયોગનું એ કાર્ય છે અને આત્માનુભૂતિરૂપ સાધ્યનું સા ધન-કારણ પણ છે. ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org