________________
૨૦૮ ]
ध्यानविचार-सविवेचन જીવને અશુભ (આનં-રૌદ્ર) ધ્યાનને અભ્યાસ અનાદિ કાળથી છે. કોઈ પ્રબળ પુણ્યદય જાગતાં જીવને મરુદેવા માતાની જેમ સામાન્ય નિમિત્ત મળતાં સહજ રીતે અશુભ-ધ્યાનને નિરોધ થઈ જાય અને શુભ-ધ્યાન લાગુ પડે, ક્રમશ: સમાધિ અને પરમ માધ્યસ્થભાવ પ્રગટ થાય અને ઉત્તરોત્તર વિહેંલ્લાસ વૃદ્ધિગત થતાં, ચાર ઘાતી કર્મોને ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય.
આ રીતે જે જીવોને ધ્યાન સંબંધી ભેદ-પ્રભેદે કે તેની પ્રક્રિયા વગેરેનું વિશેષ જ્ઞાન નહિ હોવા છતાં “ઉપયોગ ” ની વિશેષ નિર્મળતા થવાથી ધ્યાનની શક્તિ સહજ રીતે ફરિત થાય છે. તે ભવન યોગ છે.
આ છ— પ્રકારના યથાર્થ બોધપૂર્વક જે જીવો આ ધ્યાનનો પ્રયોગ કરે છે અને નિત્યના યોગ્ય પુરુષાર્થ દ્વારા તેમાં પ્રગતિ સાધે છે, તેને “કરણુયોગ ” કહે છે. તેનું સ્વરૂપ હવે બતાવવામાં આવે છે.
- કરણગ મૂળપાઠ-પુત gamત્યામજપૂર્વકં યજવાત કરવા |
અર્થ:- પૂર્વોક્ત છ– પ્રકારે જાણું જોઈને (અનુરૂપ પ્રયત્ન દ્વારા) કરવામાં આવે તે તે “કરણ યોગ ” કહેવાય છે.
વિવેચન -- જે મુક્તિગામી છ અધિગમથી એટલે કે ગુરુ-ઉપદેશ, શાસ્ત્રાભ્યાસ આદિ દ્વારા સમ્યમ્ દર્શન-જ્ઞાન–ચારિત્ર આદિ ગુણે કે ધ્યાન-યોગોનું યથાર્થ સ્વરૂપ સમજી તેને પામવા-પ્રગટાવવા સાચો પુરુષાર્થ કરે છે, તેને “કરણોગ” કહે છે. - હવે પછી ગ્રન્થકાર મહર્ષિ પતે જ જે છ— પ્રકારના કરણ બતાવવાના છે, તેમાં “ઉન્મની કરણ”ની વ્યાખ્યામાં ભવન” અને “કરણની વિશેષતાને નિર્દેશ કરતાં ફરમાવે છે કે :
– શ્રી તીર્થંકર પરમાત્મા, ગણધર ભગવંતો, પૂર્વધર મહર્ષિ વગેરે ધ્યાનના સર્વ પ્રકારના પૂર્ણજ્ઞાતા હોવાથી તેઓ જયારે પ્રયત્નપૂર્વક આ ધ્યાનને પ્રયોગ કરે છે ત્યારે તેને “કરણ” કહેવાય છે. આ ધ્યાન-પ્રયાગો જયારે બાહ્ય પ્રયત્ન વિના સહજ રીતે થઈ જાય છે, ત્યારે તેને “ભવન’ કહેવાય છે.
આ રીતે મુક્તિગામી પ્રત્યેક જીવને પોતાની યોગ્યતા પ્રમાણે સમ્યગુ દર્શન આદિ ગુણોની પ્રાપ્તિમાં કે ધ્યાનમાર્ગમાં કરણુયોગ કે ભવનગ – એ બેમાંથી કોઈ એક યોગનું આલંબન અવશ્ય હોય છેએમ સ્પષ્ટ રીતે સમજી શકાય છે.
સભ્ય દર્શનની સ્પર્શનાથી આત્મવિકાસને પ્રારંભ થાય છે. તે બે માગે થાય છે? (૧) નૈસર્ગિક, (૨) અધિગમાત્મક.
ગુના ઉપદેશ, શાસ્ત્રાધ્યયન વગેરેના આલંબને આત્મિક વિકાસ સાધનારા જીવોની સંખ્યા અધિક હોય છે; નિસર્ગથી આત્મસાધના કર તારા સર્વ કાળમાં ઓછા હોય છે.
માટે જ અનંત ઉપકારી શ્રી તીર્થકર ભગવંતે ધર્મ દેશના આપી તીર્થસ્થાપના કરવા દ્વારા મોક્ષમાર્ગ, જીવાદિ તત્તવો અને દાનાદિ અનુષ્ઠાનનું યથાર્થ સ્વરૂપ સમજાવે છે, જેને આદરપૂર્વક ગ્રહણ કરીને યોગ્ય છ બેધિ, સમાધિ અને પૂર્ણ આરોગ્યને પ્રાપ્ત કરતા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org