________________
ध्यानविचार-सविवेचन
[ ૨૦૭ સમ્યગૂ દર્શન આદિ ગુણોના પ્રાગટયમાં જુદા-જુદા હેતુઓ બતાવવાનું કારણ – દરેક જીવનું ભિન્ન-ભિનેન તથાભવ્યત્વ છે.
જીવન-જીવરૂપે બધા જીવો સમાન હોવા છતાં મોક્ષગમનની એગ્યતા અને અગ્યતાના કારણે ભવ્યજીવ અને અભવ્યજીવ એવા ભેદ પડે છે.
મેક્ષ પામવાની યોગ્યતાવાળા જીવ એટલે કે મોક્ષપ્રાપ્તિને અનુરૂપ સામગ્રી મળતાં જે છો મોક્ષ પામી શકે તે ભવ્ય.
અભવ્ય એટલે મોક્ષ પામવાને અયોગ્ય. મેક્ષ પામવાની સામગ્રી મળવા છતાં અભવ્ય-જી કદી મેક્ષ પામતા નથી.
ભવ્ય અને અભવ્યની તાત્વિક વ્યાખ્યા એ છે કે–એકને કઈક કાળે મોક્ષની રુચિ જાગે છે, બીજાને અનંતકાળમાં પણ જગતી જ નથી.
દરેક ભવ્યજીવમાં ભવ્યત્વ–મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં તે એક સરખી હેતો નથી. દરેક જીવમાં ગ્રતા ભિન્ન-ભિન્ન પ્રકારની હેય છે, દરેક છવની આ વ્યક્તિગત ગ્યતાને તથાભવ્યત્વ કહે છે.
મોક્ષ પ્રાપ્તિમાં દરેક ભવ્યજીવને ક્ષેત્ર, કાળ, ભાવ આદિની ભિન્નતા હોય છે, તેમાં તેમનું તે-તે પ્રકારનું તથાભવ્યત્વ કારણભૂત છે.
- દરેક જીવમાં તથાભવ્યત્વ ભિન્ન-ભિન્ન હોવાથી સમ્યગદર્શન આદિ ગુણોની પ્રાપ્તિ પણ ભિન્ન-ભિન્ન હેતુઓથી થાય છે. કોઈ જીવને સમ્યગદર્શન ગુણની પ્રાપ્તિ નિસર્ગથી તે કેઈને અધિગમથી થાય છે.
સમ્યગૂ દર્શનની પ્રાપ્તિ પૂવે યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ આદિ કરણે અવશ્ય હોય છે. આ કરણે યાનરૂપ છે – તેમાં યોગ, વીર્ય આદિ શક્તિઓ પણ અંતભૂત છે.
મવા માતાની જેમ જે ભવ્યજીને સમ્યગદર્શન આદિ ગુણે કે ધ્યાન-શક્તિઓ સહજસ્વાભાવિક રીતે–બાહ્ય નિમિત્તો વિના આત્માના તથા પ્રકારના વિશિષ્ટ શુભ પરિણામથી પ્રગટે છે, તેમને યોગના આ ૯૬ પ્રકાર* સહજ સ્વાભાવિક રીતે હેય છે, તે “ભવનગ” રૂપ છે.
પ્રત્યેક મુક્તિગામી જીવને પ્રણિધાન યોગ આદિ ૯૬ પ્રકારના યોગો અવશ્ય પ્રાપ્ત થાય છે. તેના સિવાય કર્મક્ષયનું કાર્ય થઈ શકતું નથી. મોહનીય આદિ કર્મોનો ક્ષય માટે પ્રવૃત્ત જીવને નિર્મળ અને નિશ્ચળ ધ્યાન-યોગ અપેક્ષિત છે.
પ્રસ્તુતમાં બતાવેલા છમ્ન પ્રકારના યોગો ધર્મધ્યાન અને શુકલધ્યાનની ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી વિશુદ્ધિ અને એકાગ્રતાના સૂચક છે.
સહજ યેગ્યતાનું કારણ
જીવ માત્રમાં બેધ વ્યાપારરૂપ ઉપગ હોય છે. ઉપયોગ જીવને સહજ સ્વભાવ છે +ધર્મ છે, ધ્યાનમાં ઉપયોગની એકાગ્રતા છે. * ભવન ગ”ના ૯૬ પ્રકારનાં નામ : જુઓ, પરિશિષ્ટ નંબર-૩. + ૩ોજ ઢક્ષણમ્ / છ તરવાર્થ સૂત્ર. ૨-૮, ઉપગ એ આત્માનું લક્ષણ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org