________________
ध्यानविचार-सविवेचन
-[ ૨૦૨ પંચાચારના વિશુદ્ધ પાલન સાથે આત્મા જ્યારે ઊદ્ધ, અધે અને તિર્યંગ લેકના પદાર્થોના શાસ્ત્ર-સાપેક્ષ સૂક્ષમ ચિંતનમાં એકાગ્ર બને છે, ત્યારે તેનામાં ઉત્સાહ, પરાક્રમ અને ચેષ્ટારૂપ વિશેષ શક્તિ પ્રગટતાં આત્મપ્રદેશમાં ચાટેલા કર્મલિકે ઊંચા-નીચા થઈને શેષાવા માંડે છે.
ત્રણે લોકના આ ચિંતનમાં લેક–સ્વરૂપ ભાવના” અને “સંરથાન વિચય ધર્મધ્યાન અંતર્ભત છે, ભાવના સંવરરૂપ છે, નવાં આવતાં કર્મોને અટકાવે છે અને ધ્યાન નિર્જરા સ્વરૂપ હોવાથી તેનાથી કર્મોને સમૂળ ક્ષય થાય છે.
અહીં મેહનીય આદિ કર્મોના ક્ષય માટે તત્પર બનેલા સાધકને સમગ્ર લોકનું સમ્યકુ ચિંતન ઉત્સાહ, પરાક્રમ અને ચેષ્ટારૂપ પ્રબળ ધ્યાનશક્તિ પેદા કરવા દ્વારા કર્મક્ષયમાં નિમિત્ત બને છે.
(૭) શક્તિનાં કાર્ય-કારણું :-જીવથી કર્મ પ્રશનો વિયોગ કરવા માટે અભિમુખ થવું એ “શક્તિનું કાર્ય છે. જેમ તલમાંથી તેલ છૂટું પાડવા તલને ઘાણુમાં પીલવામાં આવે છે, તેમ અહીં પ્રબળ ધ્યાનશક્તિ વડે કર્મોને આમાથી અલગ કરવામાં આવે છે.
શક્તિનું મુખ્ય આલબન-કારણ, તત્ત્વચિંતા અને પરમતત્વચિંતા છે. (૧) જવાદિ તત્ત્વના યથાર્થ સ્વરૂપનું ચિંતન કરવું તે તરવચિંતા છે.
(૨) ધ્યાન, પરમ-ધ્યાન આદિ દયાનમાર્ગના ચોવીસ ભેદનું સ્વરૂપ ચિંતવવું એ પરમતત્વચિંતા કહેવાય છે.
આ રીતે દ્રવ્યાનુગ અને ગધ્યાન વિષયક ચિંતન-મનન-પરિશીલન દ્વારા આ “શક્તિનાં ઉત્થાન અને વિકાસ થાય છે.
આત્મદ્રવ્યના કે તેના ગુણ-પર્યાના ચિંતનમાં જેમ-જેમ એકાગ્રતા સધાતી જાય છે, તેમ-તેમ “શક્તિ ગ” પુષ્ટ–શુદ્ધ બને છે અને તેના દ્વારા આત્મપ્રદેશે નિશ્ચલ થવાથી તેમાં રહેલા કર્મક, તલમાંથી તેલ છૂટું પડે તેમ છૂટા પડવા લાગે છે.
શક્તિનું કાર્ય – આત્મા અને કર્મ પ્રદેશને પરસ્પરથી સર્વથા છૂટા પાડવા માટે અભિમુખ થવું.
શક્તિનું કારણ – તત્વચિંતા અને પરમક્તત્વચિંતા.
૮) સામર્થ્યનાં કાર્ય-કારણ-તલ અને ખેળની જેમ જીવ અને કમને સાક્ષાત્ વિગ કરવો એ સામર્થ્ય યોગનું કાર્ય છે. - તલ અને ખેળ જેમ બંને સાક્ષાત્ છૂટા પડી જાય છે, તેમ સામર્થ્ય–યોગજન્ય ધ્યાન વિશેષથી મેહનીય આદિ કર્મોને સર્વથા ક્ષય થાય છે, ત્યારે જીવ અને કર્મદલિકે તદ્દન અલગ થઈ જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org