________________
રાજવિલાદ-વિરેશર (૩) તદુભય-જ્ઞાનભાવના – સૂત્ર અને અર્થને તાત્પર્યને જીવનમાં ભાવિત બનાવવું અર્થાત્ આત્મસાત્ કરવું,
આ ત્રણેને અનુક્રમે સતત અભ્યાસ કરવાથી જ્ઞાનાચારનું પાલન થાય છે. સૂત્ર, અર્થ અને તદુભયરૂપ જ્ઞાન–ભાવનાઓ એ જ્ઞાનાચારના (૧) વ્યંજન, (૨) અર્થ, અને (૩) તદુભયરૂ૫, ત્રણ આચાર સ્વરૂપ જ છે; તેમજ શ્રત, ચિંતા અને ભાવના જ્ઞાનરૂપ પણ છે અને તે (૪) કાળ, (૫) વિનય, (૬) બહુમાન, (૭) ઉપધાન અને (૮) અનિવણ રૂપ આચારના પાલનપૂર્વક જ થાય છે.
- આ રીતે જ્ઞાન ભાવવા દ્વારા જ્ઞાનાચારના આઠે આચારનું સમ્યક પરિપાલન કરવાનું સૂચન થયું છે. તેના પાલનથી શ્રુતજ્ઞાન ભાવિત બને છે.
પ્રારંભમાં જીવાદિ તનું ચિંતન ચલચિત્ત થાય છે. પછી તેના સતત અભ્યાસના યોગે સ્થિર-એકાગ્ર ચિત્તે એક જ જીવાદિ તત્વનું ચિંતન થાય છે. આ એકાગ્ર ચિંતનમાંથી ધ્યાનશક્તિ ખીલે છે.
ગબિંદુ માં તત્ત્વ ચિંતનને અધ્યાત્મગ, તેના સતત અભ્યાસને ભાવનાગ અને તે બંનેના ફળરૂપે ધ્યાનગ બતાવ્યું છે.
ધ્યાનશતકમાં ધ્યાન પૂર્વે જ્ઞાનાદિ ચાર ભાવનાઓને ભાવિત કરવાનું વિધાન છે અને તે ધ્યાનનું પ્રધાન સાધન છે. તેના વિના ધ્યાનની વાસ્તવિક ભૂમિકા પ્રાપ્ત થઈ શકતી નથી. તેથી જ્ઞાનાદિ ચાર ભાવનાઓનું સ્વરૂપ અને તેના ફળ વગેરેનું સ્પષ્ટ જે વર્ણન શાસ્ત્રોમાં રજૂ થયેલું છે, તે વિચારીએ:
કૃતજ્ઞાનને સતત અભ્યાસ મનના અશુભ વિકલ્પને શમાવે છે, શુભ વિચારોમાં રમમાણ-સુસ્થિર બનાવે છે.
સાધક જિનેક્ત વચનના અંગભૂત શ્રુતજ્ઞાનના અભ્યાસમાં જેમ-જેમ એકાગ્ર બનતું જાય છે તેમ-તેમ મન, અશુભ વિકલ્પોથી પર બને છે તેમજ શુભ વિકલપિથી ભાવિત થતાં–થતાં શુદ્ધસ્વભાવની પરિણતિરૂપ ધ્યાનની સુદઢ ભૂમિકા પ્રાપ્ત કરે છે.
શ્રુતજ્ઞાનના નિર્મળ અભ્યાસ વિના કે શ્રુતજ્ઞાનની પુણ્ય નિશ્રા-આજ્ઞા વિના સ્વતંત્ર રીતે ધ્યાનને અભ્યાસ કરનારાઓ ધ્યાનમાં વાસ્તવિક વિકાસ સાધી શકતા નથી.
ધ્યાનશતકમાં નિર્દિષ્ટ – પ્રથમ જ્ઞાનભાવનાનાં પાંચ કાર્યો? (૧) શ્રુતજ્ઞાનમાં નિત્ય પ્રવૃત્તિ. (૨) મનને અશુભ ભાવનાઓથી નિરોધ. (૩) સૂત્ર અને અર્થની વિશુદ્ધિ. (૪) ભવને નિવેદ. (૫) પરમાર્થનું જ્ઞાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org