________________
ध्यानविचार-सविवेचन
[ ૨૨૧ આ રીતે ચિંતા અને ભાવનાથી ધ્યાન–વેગમાં સરળતાથી પ્રવેશ, પ્રગતિ અને અનુક્રમે તેને પ્રકર્ષ પ્રાપ્ત થાય છે.
વીસ પ્રકારના ધ્યાન–માર્ગોનું નિરૂપણ કર્યા પછી તેમાં બતાવેલા કેટલાક પદાર્થોની સ્પષ્ટતા ગ્રન્થકારે સ્વયં કરી છે. તે પૈકી ચિંતા, ભાવના, અનુપ્રેક્ષાનું સ્વરૂપ આપણે વિચાર્યું.
હવે વીસ ધ્યાન પ્રકારમાં સૌથી વિશાળ ત્રિભુવન-વ્યાપી “પરમ માત્રા ધ્યાનમાં વીસ વલયોથી પરિવેષ્ટિત આત્માને ધ્યાવવાનું વિધાન કર્યું છે, તે વીસ વલયે પૈકી કેટલાક અગત્યનાં રહસ્યમય વલયનું જે વિશેષ સ્વરૂપ ગ્રન્થકારે બતાવ્યું છે, તે ક્રમશઃ વિચારીશું.
દશમા વલયમાં જે સોળ વિદ્યાદેવીઓની સ્થાપના કરવાની છે, તેમનાં નામ નીચે પ્રમાણે છે :મૂળપાઠ-frી-પ્રજ્ઞણિ-વા -વગ્રાશી-માતા
पुरुषदत्ता-काली-महाकाली-गौरी-गान्धारी-ज्वालामालिनी
मानवी-वैरोट्या-ऽच्छुप्ता-मानसी-महामानसी तिविद्यादेवताः ॥ અર્થ -(૧) રોહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજશખલા, (૪) વન્દ્રકુશી, (૫) અપ્રતિચક્ર, (૬) પુરુષદત્તા, (૭) કાલી, (૮) મહાકાલી, (૯) ગૌરી, (૧૦) ગાંધારી, (૧૧) જવાલા માલિની, (૧૨) માનવી, (૧૩) વૈરોટ્યા (૧૪) અછુપ્તા (૧૫) માનસી, (૧૬) મહામાનસી એ સેળ વિદ્યાદેવીઓ છે.
વિવેચન :-સંતિક સ્તોત્ર, વિજય પદ્દત્ત, બૃહત્ શાન્તિ, સૂરિમંત્ર, સિદ્ધચક્ર યંત્ર, ઋષિ મંડલ સ્તોત્રાદિમાં સોળ વિદ્યાદેવીઓનું સ્મરણ કરવામાં આવે છે.
“માઁ” ની થાન પ્રક્રિયામાં પણ સોળ વિદ્યાદેવીઓ દ્વારા અભિષેક કરાતા આત્માનું ચિંતન કરવાનું વિધાન છે, એથી સમજી શકાય છે કે મંત્ર-સાધના અને ધ્યાન-સાધનામાં વિદ્યાદેવીઓનું સ્મરણ ઉપકારક નીવડે છે.
- ભવનાગ અને કરણગ આદિનું વર્ણન
પરમમાત્રા” ધ્યાનના ચોવીસ વલયોમાં બાવીસમું અને ત્રેવીસમું વલય અનુક્રમે ભવન-ગ અને કરણ–ચોગનું છે.
તે ભવન–ોગ અને કરણ–યોગ શું છે, તેનો વિચાર અહીં તેના બતાવેલા છ—– છ— ભેદો દ્વારા કરવામાં આવશે.
ગ્રન્થકાર મહર્ષિ સર્વ પ્રથમ યોગના મુખ્ય આઠ ભેદનું વર્ણન કરે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org