________________
૨૨૪ ]
ध्यानविचार-सविवेचन ભાવના પણ ધ્યાન પૂર્વાભ્યાસ છે, માત્ર વિચારો કરવાથી કાર્ય સિદ્ધ થતું નથી. કાર્યસિદ્ધિ માટે તદનુરૂપ પ્રવૃત્તિ અનિવાર્ય છે.
‘ભાવના” ક્રિયાત્મક છે, ધ્યાનાભ્યાસની એક પ્રવૃત્તિ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મેક્ષસાધનાને નિષ્કામ ભાવે સતત અભ્યાસ એ ભાવના છે. ભાવનાથી મન, વાણી અને કાયા – એ ત્રણે યુગોની નિમળતા થાય છે.
ભવ-વર્ધક પરિબળોને ભાવ ન પૂછ પણ મોક્ષમદ જ્ઞાન-દર્શન–ચારિત્ર આદિને ભાવ આપે એ “ભાવનાનું રહસ્ય છે.
નિપ્રકપ-નિશ્ચળ ધ્યાનની સિદ્ધિ માટે મન, વચન અને કાયા – આ ત્રણે યોગોની નિર્મળતા અને સ્થિરતા કેળવવી અનિવાર્ય છે. ભાવનાના ચારે પ્રકારોના અભ્યાસથી ઉક્ત ત્રણે યેનું શુદ્ધિકરણ થાય છે.
તત્વ કે પરમતત્વ વિષયક ચિંતા-ચિંતન કરવા સાથે તેની ભાવના એટલે કે જ્ઞાનાદિ આચારોનું પરિપાલન કરવાથી ગ–વીર્ય–સ્થામાદિ પુષ્ટ બને છે અને વેગ વગેરેની પુષ્ટિ વડે “ધ્યાન” “પરમ ધ્યાન વગેરે ઉત્તરોત્તર વિશુદ્ધ–વિશુદ્ધતર કેટિનાં થાય છે.
વિશુદ્ધ ધ્યાનમાં યોગાદિની પુષ્ટિ અને શુદ્ધિ કારણભૂત છે અને એની વૃદ્ધિશુદ્ધિમાં ચિંતા અને ભાવના કારણભૂત છે.
ભાવનાનું ફળ :-(૧) જ્ઞાન-ભાવનાના સેવનથી મનની શુદ્ધિ થાય છે. શ્રુતજ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલ દ્રવ્ય–ગુણ-પર્યાયના સ્વરૂપનું જ્ઞાન, ધ્યાનમાં નિશ્ચલતા લાવે છે.
(૨) દર્શન–ભાવનાના સેવનથી તત્ત્વ-પરમતત્વ પ્રતિ અતૂટ શ્રદ્ધા-ૌર્ય અને સમાદિ ગુણે પ્રાપ્ત થાય છે, સમ્યગૂ દર્શનની શુદ્ધિ થાય છે, સાધનામાં ભ્રાન્તિનું નિવારણ થાય છે.
(૩) ચારિત્ર-ભાવનાના પાલનથી પૂર્વસંચિત ક્લિષ્ટ કર્મોની નિર્જરા થાય છે, નવાં કર્મોને બંધ થતો નથી અને પુણ્યાનુબંધી પુણ્ય પુષ્ટ થાય છે.
આ ત્રણે ભાવના દ્વારા ધ્યાનશક્તિ સહજ સંકુરિત થાય છે.
દ્રવ્ય-ચારિત્ર એ ભાવ, ચારિત્ર, આત્મરમણતાનું કારણ છે. તેના પાલનથી ધ્યાનરૂપ ભાવ–ચારિત્ર અવશ્ય પ્રગટે છે.
(૪) જગતના પદાર્થોના સ્વરૂપની વિચિત્રતા અને વિનશ્વરતા જાણવાથી–ભાવવાથી ચિત્ત ભૌતિક કામનાઓ અને આકર્ષણથી નિઃસંગ અને નિરાશંસ બને છે, જેથી ધ્યાન–સાધનામાં નિશ્ચળતા પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org