________________
૨૭૮ ]
ध्यानविचार-सविवेचन અછવમાં મુખ્ય મુદ્દગલ દ્રવ્ય છે.
અનેક પ્રકારની પદગલિક વસ્તુઓ-સામગ્રીઓ જીવના સંબંધમાં આવે છે અને જીવ પિતાને અનુકૂળ રૂપ-રસાદિમાં આસક્ત બને છે. તેમજ પ્રતિકુળ રૂપ-રસાદિ પ્રત્યે તિરસ્કારભાવ દાખવે છે. રાગદ્વેષને વશ બનેલે જીવ કર્મનાં બંધનોથી ગાઢ રીતે જકડાઈને ચાર ગતિરૂપ સંસારમાં ભટકે છે.
જ્ઞાની પુરુષે આ પારમાર્થિક જ્ઞાનના બળે રાગાદિ દોષોથી વિરમે છે. દેશનું બળ ઘટવાથી મન શુભ ધ્યાનમાં સહેલાઈથી એકાગ્ર બની શકે છે.
તાત્પર્ય કે જીવ અને અજીવના પરમાર્થ-સારને સમ્યફ પ્રકારે જાણી લેવાથી હેયઉપાદેયની વિવેક દૃષ્ટિ ઊઘડે છે, બુદ્ધિ નિર્મળ બને છે, મનની ચંચળતા દૂર થાય છે. આ રીતે પાંચ પ્રકારની જ્ઞાન ભાવનાથી ધ્યાનની સુંદર ભૂમિકાનું સર્જન થાય છે.
(૨) દર્શન ભાવના દર્શન ભાવનાના ત્રણ પ્રકાર છે :(૧) આજ્ઞારુચિ. (૨) નવતત્વ રુચિ. (૩) પરમતત્વ-વીસ ધ્યાનની રુચિ.
(૧) આજ્ઞારુચિ–જિનાજ્ઞા દ્વાદશાંગીરૂપ છે તેને સાર, “જે નીવા ન દંતળ્યા” શાશ્વત્ર સર્વથા ય ઉપય સંવ:”—અર્થાત્ બધા જ જીવોની રક્ષા કરો, આસ્રવ સર્વથા ત્યાજ્ય છે, સંવર સર્વથા ઉપાદેય છે. આ જિનાજ્ઞાની રુચિ એટલે તેને જીવનમાં પ્રતિષ્ઠિત કરવાની ઉત્કટ અભિલાષા.
(૨) તત્ત્વચિ – જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિજર, બંધ અને મોક્ષ – એ નવ તત્ત્વોની રુચિ પ્રગટાવવી. એટલે કે જીવ, અજીવ તત્વને શેયરૂપે, પાપ, આસ્રવ અને બંધને હેયરૂપે અને પુણ્ય, સંવર, નિર્જરા, મેક્ષ તત્ત્વને ઉપાદેયરૂપે સ્વીકારી–આદરી તેમાં દઢ શ્રદ્ધાવાળા બનવું.
ઉક્ત નવ તત્વેના પ્રકાશક, સર્વજ્ઞ-સર્વદર્શી જિનેશ્વર પરમાત્મા છે માટે તેમાં સંપૂર્ણ શ્રદ્ધા સ્થાપીને તદનુરૂપ જીવન જીવવાથી આત્મવીર્ય પ્રગટે છે અને વિકાસની વૃદ્ધિની તરતમતા અનુસાર ચારિત્રની ધારા પ્રવાહિત થાય છે.
દર્શન ભાવનાને અભ્યાસ એટલે દર્શનાચારનું સમ્યફ પરિપાલન, દર્શનાચારના આઠે આચારો દર્શન ભાવનામાં અંતભૂત છે તે આ પ્રમાણે –
કાદિ દોષથી રહિત, અહીં આદિ શબ્દથી કાંક્ષા, વિચિકિત્સા દોષ સૂચિત થાય છે. આ દોષને પરિહાર કરવાથી (૧) નિઃશંકતા, (૨) નિષ્કાંક્ષતા, (૩) નિર્વિચિકિત્સા આચારનું પાલન થાય છે. અસંમૂઢ મનવાળા બનવાથી (૪) અમૂઢદષ્ટિ આચારનું
* ચ અનુયાયી વીય ચરણધારા સશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org