________________
૨૮૪]
ध्यानविचार-सविवेचन આ રીતે ધ્યાનના અભ્યાસી સાધકો ચિંતા અને ભાવનાઓને આલંબન વડે ધ્યાનનો પ્રારંભ કરે છે. તે ધ્યાનની સમાપ્તિ થઈ ગયા પછી પણ અનિત્યસ્વાદિ અનુપ્રેક્ષાઓનું ૦૩ ચિંતન કરે છે અને જે પુનઃ ધ્યાન કરવાને ઉત્સાહ હેય તે તવિષયક ચિંતા અને ભાવનાઓનું આલંબન લઈ ધ્યાનમાં પ્રવેશ કરી શકે છે.
વાચક-મુખ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજે ભાવનાને “અનુપ્રેક્ષા” શબ્દથી સંબોધી છે. એટલે ભાવનાનું બીજુ નામ અનુપ્રેક્ષા છે.
અનુપ્રેક્ષા એટલે ચિંતન, અનુચિંતન કે પુનઃ પુનઃ સ્મરણ-આ રીત ભાવના એ વિશિષ્ટ પ્રકારનું ચિ તન છે.
ચિત્ત જ્યારે બેયનું સુક્ષ્માતિસક્ષમ ચિંતન કરવા લાગે છે અને એ રીતે તેમાં લીન થતું જાય છે, ત્યારે અનુપ્રેક્ષા વિશદ થઈ કહેવાય છે. આવી અનુપ્રેક્ષા જ્યારે પ્રકષ પામતી ઉત્કૃષ્ટ કટિએ પહોંચે છે, ત્યારે ચિત્તની વૃત્તિઓ યેયમાં તદાકાર થઈ જાય છે.
શાસ્ત્રકારોએ અનુપ્રેક્ષાને અગ્નિની ઉપમા આપી છે. જેમ અગ્નિ સુવર્ણમાં રહેલા સર્વ કચરાને બાળી નાંખે છે, તેમ અનુપ્રેક્ષાની અગ્નિ આત્માના સુવર્ણમાં રહેલા સર્વ પ્રકારના મળ એટલે કમને બાળી નાખે છે. તેથી વિશુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને ક્રમશઃ નિપસર્વાવસ્થા અર્થાત મેક્ષને પામી શકાય છે.
અનુપ્રેક્ષાનું આ વિવરણ સ્પષ્ટ બતાવે છે કે ભાવના એ ભવનાશ કરવાને એક અમોઘ ઉપાય છે. તેથી જ જ્ઞાની પુરુષોએ તેને ધ્યાન-યોગની સાધનાના એક આવશ્યક અંગ તરીકે સ્વીકારી છેવર્ણવી છે.
બાર ભાવનાઓનું સ્વરૂપ
(૧) અનિતા ભાવના “પ્રિયજનના સંગ અને સંબંધ, ધન-સંપત્તિ, વિષય-સુખ, આરોગ્ય, શરીર, યૌવન અને આયુષ્ય બધું જ અનિત્ય છે.” - જે પરિવર્તનશીલ છે, તે અનિત્ય છે. જે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, તે અનિત્ય છે.
અજર, અમર અને અવિનાશી એક માત્ર ચેતન્ય સ્વરૂપ આત્મા છે. તેની ચારે તરફ જે કાંઈ પદગલિક પદાર્થો છે, તે સર્વ જડ અને પરિવર્તનશીલ છે, ઉત્પન્ન १३. झाणोवरमेऽवि मुणी णिच्चमणिच्चाइभावणापरमो । होइ सुभावियचित्तो धम्मझाणेण जो पुचि ।। ६५ ।।
–‘ચાનકાસ જે મુનિ ધર્મધ્યાન વડે પહેલાં અત્યંત ભાવિત ચિત્તવાળા હોય છે, તે મુનિ ધ્યાનના અને પણ શ્રેષ્ઠ અનિયત્વાદિ ભાવનાઓથી ભાવિત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org