________________
૨૮૮]
દાનવજાર-વિવેચન આમ ચિંતવીને શરીરના સ્વામી એવા આત્માની દાન-શીલ–તપ આદિ વડે સેવા કરવી જોઈએ.
(૬) સંસાર ભાવના આ ભાવનામાં ચિંતવવું કે ભાઈ બહેન, માતા, પિતા, પતિ-પત્ની વગેરે સાંસારિક સંબંધે એક ભવ પૂરતા જ છે, પણ શાશ્વત નથી, માટે તેની મમતામાં આત્માને રંગવે તે ભવપરંપરા-વર્ધક કૃત્ય છે.
આ આત્મા, સમગ્ર જીવલકથી આત્મીય છે, તેને સીમિત સંબંધમાં રૂંધવાથી તેનો વિકાસ અવરોધાય છે અને તેને નવાં નવાં જન્મ-મરણ કરવાં પડે છે.
આ ભવના આ પણ પિતા, ગત–ભવના આપણું પુત્ર પણ હોઈ શકે છે. તેમજ આગામી ભવના અન્ય સગા પણ હોઈ શકે છે. માટે આ જાતના સગપણને સર્વોચ્ચતા ન આપવી જોઈએ, પણ તેને મૂળરૂપ આત્માના સગપણને સર્વોચ્ચતા આપવી જોઈએ.
આ ભાવનામાં માતા-પિતાદિના ઉપકારોની ઉપેક્ષા નથી, પણ સહુથી ઊંચી જે ધમ–સગાઈ છે, તેની જ સાથે ગાઢ સંબંધ કેળવવાની ભાવના છે.
વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધનું માધ્યમ સાંસારિક સગપણ જ રહે છે ત્યાં સુધી સર્વ જી પ્રત્યે આત્મીયતા જાગતી નથી અને તેના અભાવે આત્મશુદ્ધિ પૂરી થતી નથી.
માતા-પિતાદિના ઉપકારને ન ભૂલવા તે એક મહાન ગુણ છે, પણ તેમાંથી સાર એ ગ્રહણ કરવાને છે કે – ચાર ગતિરૂપ આ સંસારમાં ભમતાં આ જીવે અનંતા માતાપિતા કયાં છે અને તે બધાંના ઉપકારો તેના માથે છે. આ દૃષ્ટિએ વિચારતાં સમસ્ત જીવલેક આ જીવને ઉપકારી બની જાય છે.
તાપર્ય કે સાંસારિક સંબંધો મેહવશ જીવને પીડે છે, જીવના જીવન સાથેના સગપણને સુદઢ બનાવવા માટે જ આ ભાવનાને સતત અભ્યાસ, સર્વ દેશ-કાળમાં સર્વ જીવો માટે એક સરખે હિતાવહ છે.
(૭) આસવ ભાવના પાપનાં મુખ્ય સ્થાન (ઘર) અઢાર છે. આસ્રવ એટલે કર્મ પુદગલનું આત્મામાં આગમન. હિંસાદિ પાપ, પાંચ ઇન્દ્રિયે, ચાર કષાયે અને મન, વચન, કાયા ની પ્રવૃત્તિ-ક્રિયાઓ દ્વારા કર્માણ આત્મામાં દાખલ થાય છે અને તે સંસાર ભ્રમણનું કારણ બને છે. આ આસવનું વિશેષ સ્વરૂપ વગેરે ચિંતવવાથી તેના વિરોધ માટે યથાશકર્યો પ્રયત્ન થાય છે અને ધ્યાન સાધના માટે તે આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org