________________
૬૧૦ ].
ध्यानविचार-सविवेचन
(૯) નિજા ભાવના સંવર–ભાવનાથી વાસિત ચિત્તવાળે સાધક આ ભાવનાને લાયક નીવડે છે.
નિઃશેષ કમેને જર્જરિત કરીને ખંખેરી નાખવાને વટલાસ તે આ ભાવનાની આગવી વિશિષ્ટતા છે.
અતિ ચીકણું જે કર્મો નીરક્ષીર-ન્યાયે આત્માના અસંખ્ય પ્રદેશોમાં ઘર કરીને રહેલાં હોય છે, તેને નિર્મૂળ કરવાની વિશિષ્ટ જે શાસ્ત્રીય પ્રક્રિયા છે, તેને અમલ આ ભાવનામાં મગ્ન મુમુક્ષુ દ્વારા થઈ શકે છે.
ખૂબ ઊંડે ઊતરીને સ્વાત્મ-શુદ્ધિ કાજે સચિત રહેતે સાધક જ આ ભાવનાની ભવ્યતાને રસ જાણી શકે છે.
નિધન અને નિકાચિત પ્રકારનાં કર્મોની તીવ્રતરતા સામે એટલા જ તીવ્રતર હુમલા આવશ્યક છે અને આવા હુમલા તેઓ જ કરી શકે છે જેઓ પરમાત્મપદના ખપી છે–પરમ આત્મવિશુદ્ધિના સાચા ગ્રાહક છે.
આણુ જેટલે પણ પિતાને દેષ, મેરુ જેટલો મોટો લાગે અને પરને મેરુ એટલે માટે પણ દોષ અણુ જેટલે ના લાગે તે – આ ભાવનાના ઘરમાં વસતા સાધકની લાક્ષણિકતા છે.
સાલ ત્રણ કરોડ રૂંવાડાંમાં શુદ્ધ આત્મસ્નેહની પ્રતિષ્ઠાનું લક્ષ્ય રાખીને આ ભાવનામાં મગ્ન બનવાનું છે.
(૧૦) લોક–સ્વભાવ ભાવના આ ભાવનામાં લેકના વિશાળ સ્વરૂપને વિચાર કરવાનો છે.
મનનો સ્વભાવ ચંચળ છે, પોતાની ઈચ્છાનુસાર જુદા જુદા વિષયોમાં સતત ભટકતા રહેવાને તેને જે સ્વભાવ છે તેને આ લોક ભાવનાના વિશાળ ચિંતન દ્વારા જિનાજ્ઞા અનુસાર ચિંતન કરતે બનાવીને સુધારવાનું છે. યથેચ્છ રીતે ફરતા મનને જિનાજ્ઞાનુસાર શુભ ભાવનાઓમાં રમતું કરવાનું છે.
આ લોકના ઉપરના ભાગને ઉદર્વલક, નીચેના ભાગને અલેક અને આપણે જે ભૂમિ ઉપર રહ્યાં છીએ, તેને તિછલાક કહે છે. આમ ત્રણ વિભાગમાં વહેંચાયેલો આ લેક છે.
આ લોક સ્વયંસિદ્ધ, નિત્ય છે, તેને કર્તા કે માલિક કેઈ નથી. તેમાં રહેલા એક પણ જીવને કે એક પણ પરમાણુને કદાપિ સર્વથા નાશ થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org