________________
ध्यानविचार-सविवेचन
[१८५ થાય છે અને નાશ પામે છે. ઘડીભર પહેલાં જે જેવા ગમતા હોય છે અને ઘડી પછી જેવા ય ન ગમે તેવા છે. ખરેખર ! આ સંસારમાં જ પદાર્થોની અનિત્યતા નજરોનજર દેખાય છે.
જે દેહ ઉપર સૌથી અધિક મમવ છે, તે દેહ કાયમ ટકનાર નથી, પણ તે અનિત્ય છે. દેહનાં રૂપ, યવન, આરોગ્ય અને અસ્તિત્વ પણ અનિત્ય છે. રૂપ આજે છે અને કાલે નહીં પણ હોય. યૌવન તે ચાલ્યું જ જવાનું છે. રેગે તે આ શરીરના રોમેરામે ભરેલા છે અને આયુષ્ય હાથની અંજલિમાં રહેલા જળની જેમ ક્ષણે-ક્ષણે ઓછું થતું જાય છે.
તે જ રીતે સ્થલ પદાથે સાથેના સઘળા સંબંધે અનિત્ય છે, એટલું જ નહિ પણ માતા-પિતા, ભાઈ-બહેન આદિના સંબંધો પણ તે ભવપૂરતા જ સીમિત છે. આવા નાશવંત પદાર્થો અને સંબંધે દ્વારા કાયમી સુખની આશા રાખીને તેને મેળવવા અને માણવામાં સદા રયા-પચ્યા રહેવું એ નરી મહાલ્પતા છે.
આ અનિત્યત્વની ભાવના દ્વારા પર– પદાર્થોનું મમત્વ ઘટવાથી નિત્ય એવ આત્માની અને તેના શુદ્ધ જ્ઞાનાદિ ગુણની સાચી ઉપાસના થઈ શકે છે.
(૨) અશરણુ ભાવના આ અશરણ ભાવનામાં એ વિચારવાનું છે કે, આ સંસારમાં આપણા આત્માનું રક્ષણ-શરણ કરનાર કોઈ નથી. રોગાદિક કોઈ દુઃખ, અન્ય કોઈ આપત્તિ-સંકટ કે મૃત્યુ આવી પડતાં દુનિયાનું કે ભૌતિક સાધન કે નેહી-સ્વજનાદિ સંબંધીઓ વગેરે આપણને એ દુઃખમાંથી કે આપત્તિઓમાંથી બચાવી શકતાં નથી. | દુઃખ, આપત્તિ અને ભયથી ભરેલા આ સંસારમાં શરણભૂત એક માત્ર “અરિહંત પરમાત્મા છે, તેમણે ઉપદેશેલા શુદ્ધ ધર્મ છે. તેમના શરણે જનાર આત્મા પોતાના અજર....અમર અવિનાશી પૂર્ણાનંદમય સ્વરૂપને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે.
સંસારની અશરણુતા અને ધર્મની શરણુતા સમજવા-ભાવવા માટે અનાથી મુનિને પ્રસંગ અત્યંત પ્રેરણાદાયી છે.
રાજગૃહીના ઉદ્યાનમાં એક મુનિરાજ ધ્યાનમાં મગ્ન છે. નામ તેમનું અનાથી. કાયા સુકમળ છે.
એવામાં મહારાજા શ્રેણિક ત્યાં આવી પહોંચ્યા. મુનિરાજને વંદન કરીને ઊભા
રહ્યા.
' યા ' પૂરું કરીને તત્વચિંતામાં મગ્ન મુનિરાજને શ્રેણિકે પૂછ્યું : “યુવાનીમાં આપને વૈરાગ્ય શી રીતે સ્પર્યો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org