________________
૨૭૬ ]
ध्यानविचार-सविवेचन અયથાર્થ, સ્વાથી, અને રાગ-દ્વેષાત્મક વિચારો એ ભાવ-આરોગ્યનો ઘાત કરનારા છે. તેમ છતાં પુનઃ પુનઃ તેમાં જ આસક્ત રહેવાની જે કુટેવ અનાદિથી મનને વળગેલી છે, તે ફકત પાંચ-પચીસ દિવસના ગ્રુતાભ્યાસથી છૂટી જાય એવી નથી. પણ રાતદિવસના સતત પ્રયત્ન ચાલુ રાખવાથી ધીરે ધીરે તેની પકડ નબળી પડે છે.
એક આસને સ્થિર રહીને મનને નિર-તે કયાં જાય છે તે જુઓ ! ક્યા વિચારને વળગે છે તેમજ વાગેળે છે, તે પણ તટસ્થપણે નિરીક્ષણ કરે !
આમ કરવાથી મનના સમગ્ર વલણને સચોટ અભ્યાસ કરી શકાય છે અને તે પછી તેને સુવિચારને સારિવક આહાર આરોગવાની રુચિ પેદા કરવાની અગત્ય સમજાય છે. તેમજ તે અગત્યને જીવનમાં અગ્રિમતા આપવાની સદ્દવૃત્તિ જોરમાં આવે છે.
મનને સાધ્યા સિવાયની ધ્યાન-સાધના છાર ઉપર લીંપણ સમાન છે.
દુષ્ટ મન એ જ જીવનો દુશ્મન છે. તેને મિત્ર બનાવવા માટે મૈથ્યાદિ શુભ ભાવોના સતત પુટ આપવા પડે છે. તેના પ્રભાવે જીવ માત્રમાં આત્મ તુલ્યતાની દૃષ્ટિ ઊઘડે છે અને મન સહેલાઈથી અશુભ વિચારોને સેવવાનું છેડી દે છે.
ઈરિયાવહીના નિયમિત સ્વાધ્યાયથી શુદ્ધ આત્મ-દ્રવ્યો અને કેઈ પણ પ્રસંગે નિર્મળ મન-બુદ્ધિ-વચનનો યોગ સાહજિક બને છે. કોઈ તદ્દન શમીને સર્વ જીવો પ્રત્યે અલૌકિક આત્મૌપમ્ય ભાવ સ્થિર રહે છે. (૩) સૂત્ર-અર્થ શુદ્ધિ -
સૂત્રને સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચાર અને અર્થની સાચી સમજણ અર્થાત સ્પષ્ટ પદાર્થ બેધ એકાગ્ર ચિંતન અને ધ્યાનની ભૂમિકા સજે છે. (૪) ભવનિર્વેદ :
આ શબ્દ ખૂબ જ માર્મિક તેમજ અર્થ-ગંભીર છે.
ઘણુઘણું પુણ્યના ઉદયે મહામૂલે માનવભવ મેળવ્યા પછી તેનો દુરુપયોગ થતે અટકાવવા માટે અને તેને સત્તા ઉપગમાં પ્રવર્તાવવા માટે તેને આત્મવિષયક જ્ઞાન વડે રંગવો જોઈએ.
“સંગ તેવો રંગ' એ ન્યાયે આ રંગ સત્શાસ્ત્રોના સતત અભ્યાસ અને પરિશીલનથી લાગે છે.
નિરંકુશ જળ નીચા માર્ગે જ ગતિ કરે છે, તેમ નિરંકુશ મન પણ નીચા માગે
* ની માગ એટલે આત્માને નીચે પાડનારો માર્ગ, આત્માની ઊર્ધ્વગતિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org