________________
ध्यानविचार - सविवेचन
[ ૨૦૨
સેવન થાય છે અને પ્રથમ-સ્થર્યાદ્ધિ ગુણાથી યુક્ત હાવાથી (પ) ઉપબૃંહણા, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવનારૂપ આઠે આચારાનુ પણ સમ્યક્ પાલન થાય છે. આ રીતે દનભાવનાથી ભાવિત બનનાર આરાધકના સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય છે અને તેથી ધ્યાનમાં સ્થિરતા આવે છે.
આચાર પાલન વિના ઘેનની શુદ્ધિ થતી નથી અને તેના વિના ધ્યાનની સિદ્ધિ થતી નથી. માટે ધ્યાનાથી એએ દર્શન ભાવનાથી ભાવિત થવાના સ*નિષ્ઠ પ્રયાસ કરવા જોઈએ.
(૩) ચારિત્ર ભાવના
સવિરત, દેશવિરત અને અવિરતના ભેદથી ચારિત્ર ભાવનાના ત્રણ પ્રકાર છે. (૧) સવરત :– સર્વવિરતિ ચારિત્ર એટલે સસાવદ્ય વ્યાપારના આજીવન ત્યાગ અથવા અષ્ટ-પ્રવચન-માતાનું આજીવન સમ્યક્ પાલન. આવુ' સર્વવિરતિ ચારિત્ર ધારણ કરનાર મુનિ ‘સર્વવિરત' કહેવાય છે.
(૨) દેશવિરત = દેશથી એટલે સ્થૂલ હિંસાદિ પાપાની અમુક અંશે વિરતિ (ત્યાગ) કરનાર શ્રાવક દેશવિરત' કહેવાય છે.
(૩) અવિરત :– અવિરત સમ્યક્ દૃષ્ટિ જીવને પણ અનંતાનુબંધી કષાયા (ક્રોધ, માન, માયા અને લાભ) ના ઉપરામ વગેરેથી ઉત્પન્ન થયેલ આંશિક ઉપશમાદિરૂપ ચારિત્ર હાય છે. તેથી અવિરતને પણ આ ભાવનામાં સમાવિષ્ટ કરેલ છે.
ચારિત્ર-ભાવનામાં ચારિત્રાચારના આઠે પ્રકારના સમાવેશ થાય છે.
સાધક જેટલા પ્રમાણમાં ચારિત્રાચારનુ પાલન કરે છે તેટલા પ્રમાણમાં તેનામાં ધ્યાનની શક્તિ સહજ ભાવે પ્રયત્ન વિના પણ અવશ્ય પ્રગટે છે.
ચારિત્રભાવના સાથે ધ્યાનનેા અવિનાભાવ સંબધ છે. ચારિત્ર સમિતિ-ગુપ્તિરૂપ છે અને તે ધ્યાનનું અનન્ય કારણ છે. (ગ્રુતિ ધ્યાન સ્વરૂપ છે) એટલે વિશુદ્ધ ચારિત્રના પાલનથી ધ્યાનના અવશ્ય પ્રાદુર્ભાવ હાય છે.
(૪) વૈરાગ્ય ભાવના
(૧) અનાદિ ભવભ્રમણ ચિ‘તન, (૨) વિષય, વૈમુખ્ય ચિંતન અને (૩) શરીર અશુચિતા ચિંતન – આ વૈરાગ્યભાવનાના ત્રણ પ્રકાર છે.
વૈરાગ્ય ભાવનાના આ ત્રણે પ્રકારા જ્ઞાનગતિ વૈરાગ્યના મુખ્ય હેતુ છે. તેનાથી ભાવિત થનાર જીવને વૈરાગ્યનાં પરિણામે અવશ્ય થાય છે, બૈરાગ્ય—ભાવિત થવા નીચે મુજબ વિચારણા કરવી જોઈએ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org