________________
૨૭૨ ]
ध्यानविचार-सविवेचन
ભાવના વિના ધ્યાનની વાસ્તવિક ભૂમિકાને પ્રારંભ થતો નથી. ભાવના એ ધ્યાનનું પ્રધાન કારણ હેવાથી “માવના સ્થાનમા”- આ પંક્તિ દ્વારા પ્રકારે ભાવનાને પણ ધ્યાન સ્વરૂપ જણાવી છે. - “સૂત્રકૃતાંગ સૂત્રમાં ભાવનાને યોગ તરીકે ઓળખાવે છે ?
भावणा जोग सुद्धप्पा जले नावा य आहिया ।
नावा व तीरसंपन्ना सव्व दुक्खाणि तिउद्दई ॥
ભાવનાગથી શુદ્ધ થયેલ આત્મા એ જળમાં જહાજ સમાન કહે છે. જહાજ જેમ (અથાગ જળને પાર કરીને) કિનારે પહોંચે છે તેમ આવો શુદ્ધ આત્મા (ભવસાગરને પાર કરીને) સર્વ દુઃખને અંત કરે છે.”
આ રીતે આગમ ગ્રન્થમાં ભાવનાને જે મહત્ત્વ આપવામાં આવ્યું છે તે જોયું.
હવે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મ. પિતાના યોગશાસ્ત્રમાં અને શ્રી શુભચન્દ્રાચાર્યજી મ, પિતાના “જ્ઞાનાર્ણવ”માં ભાવનાને નિમત્ર સાધક અને આત્મશુદ્ધિકારક કહે છે તે જોઈએઃ
સાણં સ્થાનિત તારે મારા પ્રત્' (રાત્ર) સમભાવ નિર્મમ વડે થાય છે અને નિર્મમત્વ સિદ્ધ કરવા માટે ભાવનાઓને આશ્રય કરો.” .. "चिनु चित्ते भृशं भव्य ! भावना भावशुद्धये ।।
यः सिद्धान्तमहातन्त्रे देवदेवैः प्रतिष्ठिताः ॥५॥ (ज्ञानार्णव प्र. २.) “હે ભવ્ય ! તું ભાવની શુદ્ધિ માટે તારા ચિત્તમાં ભાવનાઓનું બરાબર ચિંતન કર; કારણ કે શ્રી જિનેશ્વર ભગવતીએ આગમ ગ્રન્થમાં જ તે ભાવનાઓને પ્રતિષ્ઠિત કરેલી છે અર્થાત તેનાં ભારોભાર વખાણ કરેલાં છે.'
શ્રી પતંજલિ મુનિ આદિ અન્ય યોગવિશારદે એ પણ ભાવનાને ધ્યાનગના એક અંગ તરીકે સ્વીકાર કર્યો છે અને પિતાના યોગગ્રન્થમાં તેનું વર્ણન કર્યું છે. . ધ્યાન-સાધનામાં ભાવાત્મક મનની રચનાને મોટે પ્રભાવ પડે છે. માટે સાધકે પિતાના મનને અડેલા દઢ અને શુદ્ધ રાખવા પ્રશસ્ત ભાવનાઓ કે ભાવો અવશ્ય કરવા જોઈએ. માનવ સ્વયં ભાવમૂલક પ્રાણી છે. તેના ચિત્તના અશુભ, શુભ કે શુદ્ધ આશયને અનુરૂપ જ બંધ અને મોક્ષ, સંસાર અને સિદ્ધશિલા તરફની યાત્રા પ્રારંભાય છે, શુભાશુભ કર્મના બંધ અને અનુબંધ પડે છે.
- જ્ઞાનાદિ ચાર ભાવનાઓ, અનિત્યાદિ બાર ભાવનાઓ કે મિત્રી આદિ ચાર ભાવનાઓ એ સંવરરૂપ છે, સંવર નિર્કરાનું પૂર્વરૂપ છે અર્થાત્ એમ પણ કહી શકાય કે એ બંને એકબીજાના પૂરક છે. સંવર એ ધ્યાન અને ગનું પ્રધાન અંગ છે, મહર્ષિ પતંજલિએ “રોગશ્ચિત્તત્તિનિરોધ” કહ્યો છે તો આ પાતંજલિને ઈષ્ટ, નિરોધ તથા જનદર્શનમાં “વંતા–નિરોધ-દાન” માં સૂચિત નિરોધ એ સંવર-રૂ૫ છે. ધ્યાન ભલે જૈનદર્શનનું હોય કે ઈતરદર્શનનું પણ–તેનું સ્વરૂપ સંવર દ્વારા જ બને છે. વૃત્તિનું સંવરણ થવું, વૃત્તિનું મોઢું બહાર ન રહેવું, પણ આત્માની તરફ થવું એ જ વૃત્તિને સંવર છે. એ જ નિજ અથવા મોક્ષને હેતુ છે.
જેના વડે મનને ભાવન (ભાવિત) કરવામાં આવે અર્થાત મનમાં જે ભાવવામાં આવે સંસ્કારિત કરવામાં – આવે તે ભાવના છે. ભાવવું એટલે વિચારવું ચિંતવવું. માત્ર એક વાર એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org