________________
ध्यानविचार-सविवेचन
[ ૨૭ અર્થ :- શ્રતજ્ઞાનનો નિત્ય અભ્યાસ કરે, મનના અશુદ્ધ વ્યાપારને નિરોધ કરીને મનને સ્થિર કરવું, સૂત્ર અને અર્થને જ્ઞાનની વિશુદ્ધિ કરવી, “ચ” શબ્દથી ભવનિર્વેદ કેળવ, તેમજ જ્ઞાન વડે તે જીવાદિ તના ગુણ પર્યાને સાર–પરમાર્થ જેણે જાણ્યું છે, એવા સાધકે સુસ્થિર મતિવાળા થઈને ધ્યાન કરવું.
(૨) દશનભાવના - આજ્ઞારુચિ, નવતત્ત્વરુચિ તથા ૨૪પરમતની રુચિ (અર્થાત ધ્યાનના ૨૪ ભેદની ચિ) એમ ત્રણ પ્રકારે છે. ધ્યાનશતક” માં દર્શન ભાવનાનું સ્વરૂપ નીચે મુજબ છે –
संकाइदोसरहिओ पसम-थेज्जाइगुणगणोवेओ ।
होइ असंमूढमणो दंसणसुद्धीए झाणम्मि ॥ ३२ ॥ અર્થ :- શંકા વગેરે દોષથી રહિત અને પ્રશમ-સ્થય આદિ ગુણોથી સહિત એ પુણ્યાત્મ સમ્યગદર્શનની શુદ્ધિને લઈને દયાન સાધનામાં સંમેહ અર્થાત્ બ્રાન્તિ રહિત (સ્થિર) ચિત્તવાળ બને છે.
(૩) ચારિત્ર ભાવના – સર્વવિરત, દેશવિરત અને અવિરત–આ ત્રણ પ્રકારની છે. ચારિત્રભાવનાનું સ્વરૂપ ધ્યાનશતકમાં નીચે પ્રમાણે છે :
णवकम्माणायाणं पोराणविणिज्जरं मुभायाणं ।
चारित्तभावणाए झाणमयत्तेण य समेइ ॥ ३३॥ અર્થ - ચારિત્ર ભાવનાથી ભાવિત આત્મા નવાં કર્મોને ગ્રહણ કરતું નથી, જૂના કમેને ખપાવે છે, શુભને ગ્રહણ કરે છે તથા ધ્યાનને સરળતાથી પ્રાપ્ત કરે છે.
(૪) વૈરાગ્ય ભાવના :- અનાદિ ભવભ્રમણનું ચિંતન, વિષયે પ્રતિ વિમુખતા તથા શરીરની અશુચિતાનું ચિંતન-એ ત્રણ પ્રકારે છે.
ધ્યાનશતકમાં વૈરાગ્ય ભાવનાનું સ્વરૂપ નીચે પ્રમાણે છે :
मुविदिय जगस्सभावो निस्संगो निभओ निरासो य ।
वेरग्गभावियमणी झाणम्मि सुनिच्चलो होइ ॥ ३४ ॥ અર્થ - જેણે જગતનો સ્વભાવ સારી રીતે જાણે છે, જે નિસંગ, નિર્ભય તેમજ આશંસા રહિત છે, તે વૈરાગ્ય-ભાવિત મનવાળે સાધક ધ્યાનમાં અત્યંત નિશ્ચલ બને છે.
શુદ્ધ આત્માના ધ્યાનમાં રમણતા સાધવા ઉક્ત ગ્યતાઓ પ્રધાન ભાગ ભજવે છે અને તેને પ્રતાપે, જીવ શિવપદગામી બનવાની દિશામાં અગ્રેસર બને છે.
વિવેચન-ધ્યાનની પૂર્વે ભાવના અવશ્ય હેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org