________________
ध्यानविचार-सविवेचन ચિંતકમાં પણ તેવા ગુણેનું પ્રગટીકરણ થાય છે, કારણ કે ગુણરાગ એ ગુણપતિને ઉત્તમ માર્ગ છે.
પદ, પરમપદ, સિદ્ધિ અને પરમસિદ્ધિ ધ્યાનમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને ધ્યેયરૂપ બનાવી તેમનું ધ્યાન કરવાનું છે, પણ તે ધ્યાનમાં પ્રવેશ અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રથમ તેમના ગુણેનું ચિંતન આદર-બહુમાન પૂર્વક થવું જોઈએ.
ચિત્તના ત્રણ પ્રકાર ધ્યાનશતક' માં ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા એ ત્રણ પ્રકાર ચિત્તના બતાવ્યા છે.
દયાનાભ્યાસની ક્રિયા એ ભાવના છે. ધ્યાનથી વિરામ પામેલા થાતાના ચિત્તની ચેષ્ટા–જે અનિત્યસ્વાદિ બાર ભાવનાત્મક હોય છે, તે અનુપ્રેક્ષા છે. આ બંનેથી અલગ પ્રકારની મનની ચિંતા પ્રવૃત્તિ એ ચિંતા છે.
બૃહતું ક૯૫ ભાગ્ય’માં અને “ધ્યાનશતકમાં બતાવેલી વ્યાખ્યાથી “ચિંતાનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે જીવ આદિ તરોની વિચારણાઓ “ચિંતા સ્વરૂપ છે.
ઉપર બતાવેલી સાત પ્રકારની ચિંતા – શ્રુતજ્ઞાનરૂપ હોવાથી તેના દ્વારા સમસ્ત દ્વાદશાંગીનું ચિંતન કરવાનું ગર્ભિત સૂચન સાધકને મળે છે.
ધ્યાનની પૂર્વે થેયના સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી ચિત્ત ધ્યેયમાં સ્થિર બને છે અને તે સ્થિરતા વધતાં ધ્યાનનો પ્રારંભ થાય છે. ધ્યાન સાધનામાં સાધક કમશઃ આગળ વધતું જાય છે,
યાદિ ભાવથી ભાવિત હૃદયવાળા સાધક તત્વચિંતન અરૂ૫ “ચિંતા' એ અધ્યાત્મ રૂપ છે અને તેને વારંવાર અભ્યાસ સ્વરૂપ “ભાવના એ “ભાવના રૂપ છે. તેમજ આ બન્નેના ફળ સ્વરૂપે પ્રગટતુ ધ્યાન” એ ધ્યાનયોગ છે.
આ ગ્રન્થના પ્રારંભમાં જ નિર્દિષ્ટ – ચિંતા અને ભાવના પૂર્વકને સ્થિર અધ્યવસાય એ ધ્યાન–ધ્યાનના આ લક્ષણથી પણ એ જ વસ્તુ ફલિત થાય છે કે જેમ જેમ ધ્યેય સ્વરૂપ-ચિંતન સૂકમ, સૂકમતર અને સૂક્ષમતમ બનતું જાય છે, તેમ તેમ ધ્યાનમાં વેગ ઉત્પન્ન કરનાર આત્મિક વીર્ય-બળ પુષ્ટ બનતું જાય છે અને જેમ જેમ આત્મવી પુષ્ટ બનતું જાય છે, તેમ તેમ ધ્યાનયોગમાં એકાગ્રતા, કર્મની નિર્જરા અને આત્મવિશુદ્ધિ વધતી જાય છે.
કઈ ચિંતા અને કઈ ભાવના વિશેષથી ક્યા પ્રકારના યોગ અને વીર્ય વિશેષની પુષ્ટિ થાય છે, તેનું સ્પષ્ટીકરણ આગળ (ભાવનગ વગેરેના વિવેચનમાં) કરવામાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org