________________
[ ૨૭૩
ध्यानविचार-सविवेचन વિચાર કરવામાં આવે તેને ભાવના નથી કહેવાતી, પરંતુ મંત્ર જાપની જેમ વારંવાર જે વિચાર ઘૂંટવામાં આવે તેને “ભાવના” કહે છે. ભાવના એટલે અભ્યાસ.
'भवितुर्भवनानुकूलो भावयितुर्व्यापारविशेषः भावना' । * જેવા થવાનું છે બનવાનું છે એને અનુકૂળ ભાવુક આત્માને વ્યાપાર (પ્રવૃત્તિ) વિશેષ ભાવના છે.
પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે ભાવનાને “વાસના” પણ કહી છે. વિષય-કષાયજન્ય અશુભ ભાવોથી મલીન બનેલા મનને સ્વચ્છ, સુવાસિત કરવા માટે શુભભાવની વાસના આપવી જોઈએ. જેથી અનાદિના અશુમવાસના નબળી પડતી જાય અને શુભવાસના સબળ બનતી જાય.
ભાવનાના સંકિલષ્ટ (અશુભ) અને-અસંકિલન્ટ (શુભ) એમ બે પ્રકાર છે. ક્રોધ, માન, માયા અને મિથ્યાત્વ વગેરેના ભાવો એ અશુભ-ભાવના છે. ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ તથા જ્ઞાન, દર્શન ચારિત્ર અને વૈરાગ્ય આદિ ભાવ એ શુભ-ભાવના છે. શુભ-ભાવનાઓથી પાપન (ભવને) નાશ થાય છે, તેથી તેને ભવનાશિની ભાવના કહેવાય છે. અશુભ-ભાવનાઓથી પાપની (ભવની) વૃદ્ધિ થાય છે. માટે તે “ભવિવધિની ભાવને કહેવાય છે.
“ોગશાસ્ત્રમાં બતાવેલી “અહિંસા આદિ પાંચ મહાવ્રતોની પચીસ ભાવનાઓ જે તે-તે વ્રતના રક્ષણ માટે છે. આ સર્વ શુભ-પ્રશસ્ત ભાવનાઓ છે અને તે ધ્યાન યોગની સાધનામાં જવા માટે પ્રવેશદ્વારરૂપ છે, અર્થાત ધ્યાનના અંગભૂત છે.
શુભ-ભાવનાઓ દ્વારા મનને ભાવિત (વાસિત) કરવામાં આવ્યું ન હોય તે સાધક ધ્યાનમાં ટકી શકતો નથી અર્થાત ભાવને વિના સાધક ધ્યાન માટે પાત્ર બની શકતો નથી. ધ્યાનમાં જવા, પહેલાં ભાવનાઓ ભાવવી પડે છે. ભાવનાઓના બળે ચિત્તના વિક્ષેપો દૂર થવાથી તે શાંત અને સ્થિર બને છે. તેથી ચિત્ત-નિરોધરૂપ કે ચિત્ત-એકાગ્રતારૂપ ધ્યાનસાધના માટે સાધક યોગ્ય-પાત્ર બને છે.
અહીં દર્શાવેલી જ્ઞાનાદિ ભાવનાઓએ આત્માનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ ગુણોને કેળવવા (પ્રગટાવવા) માટે છે.
ભાવનાયોગમાં એક એવી ચુંબકીય શક્તિ છે, જે આત્માના તે–તે ગુણેને આકર્ષિત કરે છે દોષ–દુર્ગુણને દૂર કરીને સદ્દગુણની સ્થાપના કરે છે. કેઈ પણ પદાર્થનું જ્ઞાન, ભાવનાના બળે તે-તે વસ્તુના આકારને ધારણ કરે છે. ત્યારે દૂર રહેલી પણ તે વસ્તુ આંખની સામે જ આવી ગઈ હોય એમ લાગે છે. હવે જ્ઞાનભાવના આદિ ભાવનાઓનાં પ્રકાર અને સ્વરૂપનો કમશઃ વિચાર કરીએ.
(૧) “જ્ઞાનભાવના નાં પ્રકાર અને સ્વરૂપ (૧) સૂત્ર-જ્ઞાનભાવના :- મૂળ સૂત્રોને શુદ્ધ-સ્પષ્ટ ઉચ્ચારણ પૂર્વક અભ્યાસ કરવો.
(૨) અર્થ-જ્ઞાનભાવના – સૂત્ર-સિદ્ધાન્ત ઉપર રચાયેલાં ભાષ્ય, નિર્યુક્તિ, વૃત્તિ વગેરે દ્વારા સૂત્રોના અર્થનું અધ્યયન-મનન કરવું.
* “વાયોરા', g. નં. ૬૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org