________________
ध्यानविचार-सविवेचन
[५९ મંત્રાક્ષ ઉપર ન્યાસ કરવામાં આવતાં કલા, બિન્દુ અને નાદમાંથી બિન્દુ વિશેષનું ધ્યાન કરવાથી સાધકના ચિત્તમાં એવી વિશિષ્ટ પ્રકારની નિશ્ચળતા આવે છે કે જેનાથી આત્માના પ્રદેશ-પ્રદેશે ઘનીભૂત થયેલાં કર્મો ગળવા માંડે છે, દ્રવિત થઈને એવી રીતે ખરવા લાગે છે-જેવી રીતે અગ્નિને તાપ લાગતાં એકદમ થીજેલું ઘી પીગળવા માંડે.
આ વિધાનથી એ ફલિત થાય છે કે બિન્દુ રહિત મંત્રાક્ષરો કરતાં બિન્દુ સહિત મંત્રાક્ષરોનું ધ્યાન સાધકને, અપૂર્વ વિશુદ્ધિના અનુભવ સાથે વિશિષ્ટ ફળ-પ્રદાયક નીવડે છે.
યેગી પુરુષો જ્યારે સ્કારનું ધ્યાન બિન-પર્યત કરે છે, ત્યારે તે ધ્યાન તેમને ઈચ્છિત ફળ અને મેક્ષ આપનાર બને છે.
બિન્દુ અર્ધમાત્રા છે. માત્રામાંથી અમાત્રામાં, વ્યક્તમાંથી અવ્યક્તમાં લઈ જનાર બિ’-એ એક મહાન સેતુ-પુલનું કામ કરે છે.
છે કારમાં સાડા ત્રણ માત્રા રહેલી છે. તેમાં ૨, ૩ અને ૬ રૂપ ત્રણ માત્રા છે, તેનાથી કારનું વ્યક્ત સ્વરૂપ ગ્રાહ્ય બને છે; પરંતુ તેનું પરમ અવ્યક્ત સ્વરૂપ તે આત્મા છે, તે માત્રાતીત છે. તે બન્નેના મધ્યમાં અર્થ માત્રા “
બિન્દુ છે. તેના માધ્યમઆલંબન દ્વારા વ્યક્તમાંથી અવ્યક્તમાં જવાય છે, જ્યાં જ્ઞાતા, રેય અને જ્ઞાન એકાકાર થઈ જાય છે.
કાર રૂપ પરમાત્માના વ્યક્ત અને અવ્યક્ત સ્વરૂપને સંગ કરાવનાર હોવાથી અર્ધમાત્રાને “સેતુ” કહે છે. તેને પ્રારંભ બિન્દુથી થાય છે અને અંત નાદ-અનાહતના અંતમાં થાય છે.
આ રીતે બિન્દુ અને નાદરૂપ અર્ધમાત્રામાં બિન્દુનવકને પણ અંતર્ભાવ થયેલ છે, તેનું વિભાગીકરણ નીચે મુજબ જોવા મળે છે :
બિન્દુમાં-બિન્દુ, અર્ધચન્દ્ર, નિરાધિકા. નાદમાં-નાદ, નાદાંત, શક્તિ, વ્યાપિની, સમના અને ઉમા.
કેટલાકના મતે આ બિન્દુ આદિ નવે અંશોને સમાવેશ બિન્દુમાં થાય છે – તેને બિન્દુ-નવક' કહે છે.
પ્રસ્તુતમાં, બિન્દુ-પર્યત કારનું ધ્યાન કરવાનું જે વિધાન છે, તે “બિન્દુ-નવકમાં દવનિ રૂપે કરવાનું હોય છે અને અંતે તે “ઉન્મના’ અવસ્થા સુધી કરવાથી માત્રાતીત આત્મતત્વને સાક્ષાત્કાર થાય છે.
બિન્દુ આદિ નવે અંશે પણ અનુક્રમે સૂક્ષમ, સૂક્ષમતર અને સૂક્ષ્મતમ કાળ વડે ઉચ્ચાર્યમાન વિશેષ ધ્વનિએ (વણે) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org