________________
[ ૨૨૩
ध्यानविचार-सविवेचन (૩) આચાર્ય-પદ : જેઓ જ્ઞાનાદિ આચારોને અહર્નિશ–પ્રતિપળ આચરનારા છે અને ઉપદેશ-દાનાદિ દ્વારા ભવ્યજીને આચાર-પાલન કરાવનારા છે, બીજાના અને પિતાના આત્માનું એકાંતે હિત આચરનારા છે.
જેઓ પ્રાણના ભોગે પણ પૃથ્વીકાયાદિ સમારંભેને ત્રણ કરણ અને ત્રણ વેગ વડે કદી આચરતા નથી.
કઈ ક પ કરે કે કોઈ પૂજા કરે, તે પણ રાગ-દ્વેષને આધીન ન બનતાં ઉભય તરફ સમતા-ભાવ ધરનારા છે.
સ્વ–પર દર્શનના જ્ઞાતા છે, મર્મજ્ઞ છે. જેઓ પ્રમાદાદિ દોષથી વેગળા રહેવામાં સદા ઉપયુક્ત છે. જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના યથાર્થ અભ્યાસી છે.
સદાચારની ગંગાના પ્રવાહને સદા જીવંત રાખનારા છે. સદુપદેશનું જાતે પાલન કરીને, સદુપદેશ આપનારા છે, માટે નિત્ય નમસ્કરણીય છે, પૂજનીય છે, વંદનીય છે, સેવ્ય છે.
(૪) ઉપાધ્યાય-પદઃ આ પદે બિરાજમાન આત્મા, આમ્રવનાં દ્વારને સારી રીતે રેકીને મન, વચન અને કાયાના યોગોને આત્માધીન બનાવીને વિધિપૂર્વક સ્વર, વ્યંજન, માત્રા, બિન્દુ અને અક્ષર વડે વિશુદ્ધ એવા દ્વાદશાંગ-બુતનું અધ્યયન અને અધ્યાપન કરનાર-કરાવનાર અને તેના વડે સ્વ-પરના આત્માને હિતકારી એવા મેક્ષના ઉપાયાનું નિરંતર સેવન કરનારા હોય છે.
જેઓ વિનય-ગુણના ભંડાર છે. મૂર્ખ યા અલ્પ-બુદ્ધિવાળે શિષ્ય પણ જેમની કૃપાથી સરળતાપૂર્વક વિનયવંત બનીને શ્રત-જ્ઞાનનો અભ્યાસી બની જાય છે.
સૂત્રપ્રદાન દ્વારા ભવ્ય જીવોને ઉપકારી હોવાથી તેઓ પણ નમસ્કરણીય હોય છે.
(૫) સાધુ-૫દઃ જેઓ સ્વયં મોક્ષની સાધના કરનારા તેમજ બીજા આત્માએને પણ ધર્મની સાધનામાં સહાય કરનારા હોય છે.
જેઓ બાહ્ય અને આત્યંતર બાર પ્રકારનાં તપનું આચરણ કરનારા, અત્યંત કષ્ટકારી ઉગ્ર તપશ્ચર્યા, અહિંસાદિ વ્રતે, નિયમો અને વિવિધ પ્રકારના અભિગ્રહ કરવાપૂર્વક સંયમનું વિશુદ્ધપણે પાલન કરનારા તેમજ અનેક પ્રકારના પરીષહ અને ઉપસર્ગોને સમતાપૂર્વક સહન કરનાર, જગતના સર્વ જીવોને આત્મૌપમ્ય દષ્ટિથી જોનારા અને તદનુરૂપ જીવન જીવનારા સાધુ ભગવંતો યાવત્ સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષને પ્રાપ્ત કરનાર હોય છે.
પંચ પરમેઠી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ–એ દરેકને “પરમેષ્ઠી” કહેવામાં આવે છે અને તે પાંચને “પંચ પરમેષ્ઠી” તરીકે ઓળખવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org