________________
૨૨૪ ]
ध्यानविचार-सविवेचन “પરમેષ્ઠી' એટલે પરમપદે રહેલા ઉત્તમ આત્માઓ.
આ પંચ પરમેષ્ઠીઓમાં પ્રથમનાં બે પદ “દેવ-નવ સ્વરૂપ છે અને પછીનાં ત્રણ પદ “ગુરુત્વ ” સ્વરૂપ છે.
આ પંચ પરમેષ્ઠી–ભગવંતેમાં એકસો આઠ ગુણ રહેલા છે. જેનું સ્મરણ–મનન અને ધ્યાન કરવાથી સર્વ અશુભ-કર્મોને વિનાશ અને સર્વ પ્રકારનાં શુભને વિકાસ થાય છે. - જ્ઞાન, ધ્યાન, ગ, અધ્યાત્મ અને ધર્મની સર્વ પ્રકારની સાધના-ઉપાસના આ એક આઠ ગુણોમાં અંતર્ભત થઈ જાય છે. તેથીજ “પરમેષ્ઠી–દયાન” સ્વરૂપ આ “પદ-ધ્યાનમાં ધ્યાનના સર્વ ભેદ-પ્રભેદ સમાઈ જાય છે.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ – આ પાંચ પરમેષ્ઠી ભગવંતે-એ નવકારની પાંચ વસ્તુ છે અને તે ગુણમય હવાથી મૂર્તિમાન ગુણો જેવા છે. ફૂલ અને સુવાસ જે અભેદ તેમના જીવન અને ગુણે વચ્ચે છે તેથી જ સમ્યગૂ-દર્શન-જ્ઞાનચારિત્ર રૂપ રત્નત્રયીની જેમ તે અરિહંતાદિ ભગવંતે ગુણના અર્થ-જીવોને અત્યંત પૂજનીય છે, નમસ્કરણીય છે.
આ પાંચ (વસ્તુ) ને નમસ્કાર કરવા પાછળ મુખ્ય જે પાંચ હેતુઓ રહેલા છે તે નીચે પ્રમાણે છે :--
___ मग्गो अविप्पणासो आयारो विणयया सहायत्तं ।
पंचविह नमुक्कारं करेमि एहिं हेऊहिं ।। ભાવાર્થ –અરિહંત પરમાત્મા રત્નત્રય રૂપ મોક્ષમાર્ગના ઉપદેશદાતા છે અને સ્વયં મોક્ષમાર્ગના હેતુ છે, તેથી તેઓશ્રી નિત્ય નમસ્કરણીય છે.
આ છે અરિહંત-નમસ્કારને હેતુ.
સિદ્ધ ભગવંતો મોક્ષમાર્ગની સાધનાના ફળ રૂપે જે અવિનાશીપણું પ્રાપ્ત કરે તે અવિનાશ પણાની પ્રાપ્તિ માટે સિદ્ધ ભગવંતનો નમસ્કાર છે.
આચાર્ય ભગવંતે વિશ્વ સ્નેહાત્મક આચારનું અણિશુદ્ધ પણે પાલન કરવાપૂર્વક તેને ઉપદેશ આપે છે તે આચારની પ્રાપ્તિને હેતુ આચાર્ય–નમસ્કારના મૂળમાં રહેલું છે.
ઉપાધ્યાય ભગવંતો વિનય ગુણના ભંડાર છે, સતત સ્વાધ્યાયરત છે તેમજ સૂત્રપાઠાદિ આપનારા છે-આ ગુણોમાં મુખ્ય ગુણ વિનય છે. તેની પ્રાપ્તિના હેતુપૂર્વક ઉપાધ્યાય-નમસકાર છે.
કે (૧) અરિહંત પરમાત્માના ૧૨ ગુણ, (૨) સિદ્ધ પરમાત્માના ૮ ગુણો, (૩) આચાર્ય ભગવંતના ૩૬ ગુણ, (૪) ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણે અને (૫) સાધુ ભગવંતના ર૭ ગુણોઆમ બધા મળી ૧૦૦ ગુણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org