________________
AN
૨૨ ]
ध्यानविचार-सविवेचन જે ઇન્દ્રિ, વિષય-કષાય, પરીષહ, વેદના, ઉપસર્ગ, રાગ-દ્વેષ, મેહ અને કર્મ આદિ ભાવ-શત્રુઓને હણનારા છે-જીતનારા છે, સર્વજ્ઞ, સર્વદશી અને અચિન્ય શક્તિ-સંપન્ન છે.
જેમનું શારીરિક રૂપસૌંદર્ય અને બળ – પરાક્રમ સર્વ દે અને ઇન્દ્રોના રૂપ તથા બળથી અનંતગણું છે.
જેમની વાણી પથ્થર જેવા હૃદયને પાણી કરી દે તેવા વિશિષ્ટ પ્રકારના પાંત્રીસ ગુણેથી યુક્ત છે.
જેમના પુણ્યદેહમાં વહેતું રુધિર દૂધની ધારા જેવું શ્વેત હોય છે. જેમને જન્મથી ત્રણ જ્ઞાન હોય છે. જેમનું આત્મદળ અનન્ય કોટિનું હોય છે.
જેઓ સમગ્ર જગતના જીના કલ્યાણ માટે જ ધર્મ-તીર્થની સ્થાપના કરનારા અને પરોપકારમય જીવન જીવનારા હોય છે.
જેઓ કૃતજ્ઞતા-ગુણના સ્વામી હોય છે. જગતની કઈ પણ દેવી-શક્તિ જેમની તુલનામાં અતિશય સામાન્ય ગણાય છે.
જે ત્રણ ભુવનના સ્વામી છે, ગુરુ છે, માતા છે, પિતા છે, બંધુ છે, પ્રિયતમ છે, સર્વ હિતકર અને સુખકર છે, તે જ અરિહંત પરમાત્મા છે.
સઘળી શ્રેષ્ઠ ઉપમાઓ જેમની આગળ વામણું બની જાય છે એવા વિરાટ અરિહંત પરમાત્માના પ્રભાવે જ આ વિશ્વ સૌભાગ્યવંતુ છે, વ્યવસ્થિત છે, નિયમબદ્ધ છે.
(૨) સિદ્ધ–૫દ: જેમને અનુપમ, અક્ષય અને અવ્યાબાધ સુખ સિદ્ધ થયાં છે અર્થાત જેમનાં સર્વ પ્રજને પરિપૂર્ણ થયાં છે, જેઓ સર્વથા કૃતકૃત્ય છે.
આઠે કર્મના સંપૂર્ણ ક્ષયથી અવિનાશી સિદ્ધિ-પદને પ્રાપ્ત થયેલા છે.
જે અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય આદિ ગુણોથી યુક્ત છે, તેથી જ ભવ્યજીવને અતિશય પ્રમોદ ઉત્પન્ન કરનારા છે.
જેમનાં સ્મરણ-ચિંતન અને ધ્યાનથી ભવ્ય-જીને ગુણ-સમૂહની પ્રાપ્તિ થાય છે.
જે સ્વયં પરમ-મંગળ સ્વરૂપ હોવાથી તેમનું ધ્યાન કરનાર ભવ્યાત્માને પણ મંગળ–સ્વરૂપ બનાવનારા છે.
જે અજર-અમર અને અસંગ છે, જન્મ-મરણાદિનાં સર્વ બંધનોથી સર્વથા વિમુક્ત બનેલા છે અને સદાકાળ શાશ્વત, અવ્યાબાધ સુખને અનુભવનારા હોય છે, તે. જ સિદ્ધ પરમાત્મા છે.
તેમનું મરણ-મનન અને ધ્યાન ભવ્ય-આત્માને સિદ્ધ સ્વરૂપ બનાવે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org