________________
૩૬ ]
ध्यानविचार-सविवेचन નમસ્કાર–ચકનું ધ્યાન –એ “ભવનગ” ધ્યાન રૂપ પણ છે અર્થાત્ તેના ધ્યાનના પ્રભાવે ધ્યાતાને ભાલાસ-
વીલ્લાસ સહજ રીતે વૃદ્ધિ પામતાં જે વિશિષ્ટ ધ્યાનની વિવિધ પ્રક્રિયાને તેને બાધ નહિ હોવા છતાં, તે તે ધ્યાન તેને અનુભવસિદ્ધ થઈ જાય છે માટે “નવકાર' – એ “ભવનગ” (ધ્યાન) રૂપ છે.
આ “ભવનયોગ ધ્યાનના ચોવીસે ભેદમાં અનુસૂત હોવાથી નવકાર પણ ધ્યાનના સર્વ ભેદમાં સમાવિષ્ટ છે.
તીર્થકર ભગવંતે આદિ પરમજ્ઞાની પુરુષ, જે શૂન્ય, જાતિ આદિનું ધ્યાન ઉપગ સમ્યજ્ઞાનપૂર્વક કરતા હોય છે, તે ધ્યાનના વિવિધ પ્રકારની અનુભૂતિ નવકારના ધ્યાન દ્વારા સહજપણે થઈ શકે છે. આ તેનું રહસ્ય “ભવન’ શબ્દના પ્રયોગ દ્વારા ગ્રન્થકાર મહર્ષિએ બતાવ્યું છે અને તે રહસ્યને વધુ સ્પષ્ટ કરવા માટે જ નવકાર – એ “શુદ્ધદયાન” છે, પરમ દયેય છે, પરમ જ્યોતિ છે, પરમ શૂન્ય છે ઈત્યાદિ શબ્દોને પ્રગ કરીને નવકારના પરમ-રહસ્યાર્થીને સ્પષ્ટ કર્યો છે.
(૬) પરમ રક્ષા –નમસ્કાર-એ પરમ રક્ષા છે.
પરમેષ્ઠીનમસ્કારનાં નવે પદના શરીરનાં જુદાં જુદાં અંગો ઉપર “ન્યાસ કરીને આત્મરક્ષા, કરવાની વિધિ પ્રત્યેક અનુષ્ઠાનના પ્રારંભમાં કરાય છે, તે વિધિ માટે વજ–પંજર તેત્ર આપણા સંઘમાં અત્યંત પ્રસિદ્ધ છે.
" તે સ્તંત્રમાં જ “આત્મરક્ષાનું માહાસ્ય બતાવતાં કહ્યું છે કે –પરમેડી-પદો દ્વારા કરાતી આ “આત્મરક્ષા—એ પૂર્વધર સૂરિ–ભગવંતોએ નિદેશેલી છે અને તે સર્વ પ્રકારના ક્ષુદ્ર ઉપદ્રને તત્કાલ નાશ કરનારી હોવાથી મહાન પ્રાભાવિક છે. જે કઈ આરાધક વિધિપૂર્વક આ “આત્મ-રક્ષા કરે છે તેને કદી પણ ભય, વ્યાધિ કે આધિ(માનસિક પીડા) નડતી નથી.
આ બધે પ્રભાવ નવકારમાં રહેલી અનુપમ “ત્રણશક્તિ ને જ આભારી છે.
(૭) જ્યોતિ–પરમતિ –નવકારમંત્રના સતત ધ્યાન વડે રત્નત્રયી રૂપે પરમ જાતિ પ્રગટ થાય છે. તેથી નવકાર – એ જ્યોતિ અને “પરમ જ્યોતિ સ્વરૂપ છે.
નવકારના અવિરત યાનાભ્યાસથી જ્યારે મન વિકારહિત (અત્યંત શાન્ત) બને છે, ત્યારે આત્માની સહજ શાન્ત તિ પ્રગટ થાય છે અને તેના પ્રભાવે અનુક્રમે સમાધિ અવસ્થામાં વધુ સ્થિરતા થતાં ચિરકાળ સુધી ટકનારી પરમ તિને પ્રાદુર્ભાવ થાય છે.
(૮) શૂન્ય-પરમશૂન્ય –નવકાર “શૂન્ય” અને “પરમ શૂન્ય” પણ છે. આ મહામંત્રના સતત સ્મરણ અને ધ્યાન વડે અને ચિત્ત જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org