________________
૪૨ ].
ध्यानविचार-सविवेचन એ મંત્ર–વાયસ્થ રૂપ “પદસ્થ ધ્યાન હોવાથી સૌ પ્રથમ તેનું ધ્યાન કર્યા પછી પિંડસ્થ આદિ ધ્યાન કરવાં જોઈએ.
નમસ્કારના ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓ ગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં “નમસ્કાર મહામંત્રના ધ્યાનની પ્રક્રિયા અને તે ફળનું વર્ણન કરવામાં આવ્યું છે, તે નીચે પ્રમાણે છે :
આઠ પાંખડીવાળું સફેદ કમળ ચિંતવવું. તેની મધ્યમાં–કણિકામાં સાત અક્ષરવાળું પહેલું મંત્ર-પદ –“નમો બહૂિ તાળ” ચિંતવવું. પછી સિદ્ધાદિ ચાર મંત્ર-પદોને ચાર દિશાઓની પાંખડીઓમાં અનુક્રમે ચિંતવવાં.
એટલે કે પૂર્વ દિશાની પાંખડીમાં “નમો હિન્દ્રા પદને, દક્ષિણ દિશામાં “નમો આરિચાજ' પદને, પશ્ચિમ દિશામાં “નમો ઉવજ્ઞાયાળ” પદને અને ઉત્તર દિશામાં “નમો ઢોઇ સવસાહૂળ' પદને ચિંતવવું.
તથા વિદિશાની ચાર પાંખડીઓમાં અનુક્રમે ચૂલિકાનાં ચાર પદે ચિંતવવાં, જેમ કે “gો પંજમુરઅગ્નિ ખૂણામાં, “કરવપાવપૂળાતળો નત્ય ખૂણામાં, “મંા ર સર્ષિ ' વાયવ્ય ખૂણામાં અને “પઢમં હવઝુ પારું—એ પદ ઇશાન ખૂણામાં ચિંતવવું.
આ પ્રમાણે મંત્રાધિરાજ-નવકારનું ધ્યાન કરવું.
આ સિવાય પણ પંચપરમેષ્ઠીના નામમાંથી ઉદ્દભવેલી પડશાક્ષરી, પંચાક્ષરી, ચતુરક્ષરી આદિ વિદ્યાનું મરણ-ચિંતન ધ્યાન કરવાનું જણાવ્યું છે અને તેનાં સામાન્ય તથા વિશિષ્ટ ફળને નિર્દેશ પણ કર્યો છે.
પરમેષ્ઠી-વિદ્યાકલ્પમાં મંત્રાકારે પંચપરમેષ્ઠીના દયાનની પ્રક્રિયા બતાવી છે તથા “વિશાળ થ” પણ પરમેષ્ઠી-તત્ત્વનું ધ્યાન પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત રૂપે કરવાની અદભુત રહસ્યમયી પ્રક્રિયા બતાવી છે, તેમજ મૂલાધાર આદિ દશ-ચક્રોના ધ્યાન દ્વારા કુંડલિની ઉત્થાનની પ્રક્રિયા પણ જૈન-શાની દૃષ્ટિએ તેમાં બતાવેલી છે. ३६. तथा पुण्यतमं मन्त्रं, जगत् त्रितय-पावनम् ।
योगी पचपरमेष्ठि-नमस्कारं विचिन्तयेत् ॥ अष्टपत्रे सिताम्भोजे कर्णिकायां कृतस्थितिम् । आद्यं सप्ताक्षरं मन्त्रं पवित्रं चिन्तयेत्ततः ॥ सिद्धादिकचतुष्कं च, दिकपत्रेषु यथाक्रमम्। चूलापादचतुष्कं च, विदिक्पत्रेषु चिन्तयेत् ॥
-યોગરાત્ર; પ્રારા-૮, ઋો. રૂ૨ થી ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org