________________
૨૬૨ ].
ध्यानविचार-सविवेचन આ શુદ્ધાત્મ-ધ્યાનના અધિકારી વિશે “ધર્મ પરીક્ષા Xમાં આ પ્રમાણે ઉલ્લેખ મળે છે
જે મુનિ ગુરુ-આજ્ઞામાં સ્થિર થઈ, વ્યવહાર કુશળ બની, આવશ્યકાદિ ક્રિયાચગની આરાધના વડે શુદ્ધ ચિત્તવૃત્તિવાળા બન્યા હોય છે તેમને નિશ્ચય-નયના આલંબનની ભૂમિકા વખતે શુદ્ધાત્મ-સ્વભાવની પરિણતિ પ્રગટવાથી અધ્યાત્મ-ધ્યાન માં પણ એકાગ્રતા ઉલ્લસિત થતાં તન્મયતા સિદ્ધ થાય છે.
શુદ્ધ અધ્યાત્મ-ધ્યાનમાં તન્મયતા સિદ્ધ થવાથી વિષય-કષાય આદિ દોષ રહિત તથા વિજ્ઞાન અને આનંદમય અર્થાત્ સ્વરૂપ-પ્રતિભાસ અને પ્રશમ-સુખની એકરસતાને પામેલું, પરિશુદ્ધ-સ્વભાવથી જ સ્ફટિકરત્ન તુલ્ય નિર્મળ એવું આત્મ-સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવાય છે અને તેથી આત્મામાં જ રત, તૃપ્ત અને સંતુષ્ટ થયેલા મુનિને સ્વઆત્મામાં જ પ્રતિબંધ અને વિશ્રાતિ થવાથી સર્વ વિક૯પ શમી જાય છે.
સંભ રહિત સમુદ્રમાં પવનના અભાવે જેમ જળતરંગો-મોજાંઓ ઉત્પન્ન થતાં નથી, તેમ આત્મ-સ્વરૂપના સાક્ષાત્કાર સમયે પૌગલિક પદાર્થોના ગ્રહણ–ત્યાગને અભાવ હોવાથી શુભ કે અશુભ કઈ વિક૯૫ ચિત્તમાં ઉત્પન્ન થતા નથી.
“વા અરતિઃ? વાકાનં?’–આવા વિકલ્પો પણ આ મ–પ્રાપ્તિની પળમાં હતા નથી. આ વાત અધ્યાત્મ-શાસ્ત્ર આચારાંગાદિ આગમ-ગ્રંથમાં પણ કહી છે.
આત્મસ્વરૂપના સાક્ષાત્કાર–અનુભવ સમયે સુખદુઃખના સૂફમ વિકલ્પોનો પણ અભાવ હોય છે, તે તેના સાઘનભૂત ગૃહ, સંપત્તિ, સ્વજનાદિ પુદ્ગલ સંસર્ગજનિત સ્થૂલ વિકોને ક્યાંથી અવકાશ મળે ?
આવી નિર્વિક૯૫–દશાને “શુદ્ધાત્માનુભવ કહે છે અને તે ધર્મ – શુકલધ્યાનનું ફળ છે. તેને ચિદાનંદ, નિષ્પદ અવસ્થારૂપ નિર્વિકલ્પ સમાધિ પણ કહે છે.
આવી નિર્વિકલ્પ સમાધિને ઉત્પન્ન કરનાર શુદ્ધ વિકલ્પદશાનું સ્વરૂપ જોઈએ.
આ સર્વ મન-વાણી-કાયા-ધન-હાદિ પદગલિક પરિણામે મારા આત્મ-દ્રવ્યથી એકાન્ત ભિન્ન છે. ત્રણે કાળમાં આ પદાર્થો ઉપગ લક્ષણવાળા બનતા નથી અને હું જ્ઞાન ઉપગ સ્વભાવવાળે છું, તેથી પુદગલભાવથી ભિન્ન અને એક છું. અનાદિ કાળથી અન્ય દ્રવ્યના સંસર્ગમાં આવવા છતાં અન્ય દ્રવ્યના સ્વભાવને પામ્યો નથી તથા અનંત પર્યાને આવિર્ભાવ અને તિભાવ સતત ચાલુ હોવા છતાં એક શુદ્ધામદ્રવ્યપણે હું એક અનંત શક્તિમય આત્મા છું.
જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્નત્રય સ્વભાવવાળ હોવા છતાં મારા શુદ્ધામ-દ્રવ્યની એકતા અખંડિત રહે છે, એટલે કે પ્રભા-નિર્મળતા અને દોષહરણ શક્તિથી યુકત જાતિવનની જેમ મારી એકતામાં ક્ષતિ આવતી નથી.”
* “ધમ પરીક્ષા–રચયિતા પૂ. ઉપા. યશોવિજયજી મહારાજ-ગાથા ૯૯ થી ૧૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org