________________
ध्यानविचार-सविवेचन સર્વ મુમુક્ષુઓએ અન્ય સર્વનું શરણું છોડી સિદ્ધ-પરમાત્માના સ્વરૂપમાં જ અંતરાત્માને તન્મય બનાવી ધ્યાન કરવું જોઈએ – તે આ પ્રમાણે :
પરમસિદ્ધિ ધ્યાનમાં તન્મયતા સિદ્ધ કરવાને ઉપાય
જે સિદ્ધ પરમાત્મા વાણીથી અગોચર, અવ્યક્ત અને શેખરહિત છે, જન્મરણથી રહિત અને ભવ-ભ્રમણથી મુક્ત છે તેથી તેમનું ધ્યાન મનને વિકલ્પ રહિત બનાવી કરવું જોઈએ.
જેમના કેવળજ્ઞાનના અનંતમા ભાગમાં પણ અનંત દ્રવ્ય-પર્યાયથી ભરેલો સંપૂર્ણ લોક અને એક યરૂપે સ્થિર છે, જે ત્રણે લોકના ગુરુ છે.
આ રીતે સિદ્ધ–રવરૂપનું સ્થિરતાપૂર્વક ચિંતન કરતો અને તેમના ગુણ-સમૂહના સ્મરણથી સુપ્રસન્ન બનેલો યેગી સિદ્ધ–સ્વરૂપને સિદ્ધ કરવા આત્માને આત્મા વડે તેમાં જ એકાકાર બનાવવા પ્રયત્ન કરે છે.
આ મુજબના વારંવારના અભ્યાસથી ભાવ-સિદ્ધનું આલંબન લેનાર યેગી અનુક્રમે ગ્રાહ્ય-ગ્રાહક ભાવથી મુક્ત બની તેમાં જ તન્મયતા સિદ્ધ કરે છે (અર્થાત આ આલંબન ધ્યાનના સતત અભ્યાસ પછી સાધક જ્યારે તન્મય અવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યારે પરમાત્મા “ગ્રાહ્ય” અને હું “ગ્રાહક એ ભેદભાવ નાબૂદ થઈ જાય છે.)
આવી અભેદની ભૂમિકામાં રહેલો સાધક સર્વ પદાર્થોના વિકલ્પથી રહિત બની પરમાત્મા–સ્વરૂપમાં એ લીન બની જાય છે કે જેથી “ધ્યાતા” અને “ધ્યાન” પ્રત્યયને વિલય થતાં માત્ર “દયેય સાથેની એકતા અનુભવાય છે.
પરમાત્મ-સ્વરૂપમાં લીન થતાં જ તે સમયે સમતારસનું શીતળ ઝરણું વહેવા માંડે છે – આ ભૂમિકાને “એકીકરણ ભાવ પણ કહે છે.
ગશાસ્ત્રમાં “સિદ્ધિ” અને “પરમસિદ્ધિ ધ્યાનનો “રૂપાતીત–થાન તરીકે ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે – “અમૂ, ચિદાનંદ સ્વરૂપ, નિરંજન સિદ્ધ પરમાત્માનું ધ્યાનએ રૂપાતીત-ધ્યાન છે.નિરંતર સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરતે યોગી તેમના શુદ્ધસ્વરૂપના આલંબને ગ્રાહ્ય-ગ્રાહક ભાવ રહિત તન્મયતા પ્રાપ્ત કરે છે. અન્ય સર્વનું શરણું છોડી દઈને સિદ્ધ-સ્વરૂપમાં એવી લીનતા પામે છે કે જ્યાં થાતા કે ધ્યાનની કોઈ ભેદરેખા ન રહેતાં માત્ર ધ્યેયાકારની જ પ્રતીતિ શેષ રહે છે, આત્મા પરમામામાં અભિન્નરૂપે લીન બની જાય છે. ४०. अमूर्तस्य चिदानन्दरूपस्य परमात्मनः । निरञ्जनस्य सिद्धस्य ध्यान स्याद्रपवर्जितम् ॥
-નારા; પ્રારા-૨૦, . ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org