________________
૨૬૦ ]
ध्यानविचार-सविवेचन ધ્યાતાને ઉપયોગ સિદ્ધ પરમાત્માના આકારે પરિણમે છે ત્યારે ઉપયોગથી અભિન્ન આત્મા પણ સિદ્ધ કહેવાય છે.
સંસારી આત્મા અનાદિ કાળથી દેતાદિ પર-પદાર્થો સાથે અભેદપણા(એકતા)ને અનુભવ કરતો આવ્યો છે, પરંતુ દેહાદિથી ભિન્ન અને સત્તાએ સિદ્ધ સદશ એવા આત્મ-તત્વને જાણી શકયો નથી. હકીકતમાં આ જીવે દેહ સાથેની એકતાને અનુભવ ભવમાં કર્યો છે, એથી તે (અભ્યસ્ત હાઈને) તેને સુલભ છે, પરંતુ દેહથી ભિન્ન સિદ્ધ સદશ આત્માને અનુભવવાનો અભ્યાસ ક્યારે ય પણ કર્યો નહિ હેવાથી તે ભેદ-જ્ઞાન તેને અત્યંત દુર્લભ છે. પણ પ્રબળ પુણના યોગે સગુરુને સુયોગ થતાં જીવનાં દિવ્ય ચક્ષુ ઊઘડે છે ત્યારે અવિદ્યાને અંધકાર નાશ પામી જતાં, સ્વ-આત્મામાં જ પરમાત્માનું પવિત્ર દર્શન થાય છે. તેને જ નિશ્ચયથી આત્મદર્શન, સમ્યજ્ઞાન અને મુનિ ૫શું કહેવાય છે.
આ રીત “પરમસિદ્ધિ દયાન’-એ ધ્યાનની પરાકાષ્ઠાને બતાવે છે, તે અપ્રમત્ત અવસ્થામાં થતા રૂપાતીત-ધ્યાનનું દ્યોતક છે. ઉપશમ-શ્રેણિ અને ક્ષપકશ્રેણિગત ધ્યાનમાં પણ “પરમ સિદ્ધિ ધ્યાન અવશ્ય હોય છે.
“જ્ઞાનાર્ણવ % માં પણ સિદ્ધિ અને પરમસિદ્ધિ યાનનું વર્ણન છે તે નીચે પ્રમાણે છે :
અરિહંત પરમાત્માનું આલંબન ધ્યાન સિદ્ધ થયા પછી ત્રણ લોકના નાથ, પરમેશ્વર સિદ્ધ પરમાત્માના ધ્યાનને પ્રારંભ કરવો જોઈએ.
જે પરમાત્મા સગી કેવળી અવસ્થામાં સાકાર હતા, તે સિદ્ધ અવસ્થામાં નિરાકાર, અક્રિય, પરમાક્ષર, નિર્વિકલ્પ, નિષ્કલંક, નિકંપ, નિત્ય અને આનંદના મંદિર સ્વરૂપને ધારણ કરે છે.
જેમના જ્ઞાનમાં સકળ ચરાચર પદાર્થો શેયરૂપે પ્રતિબિંબિત થાય છે, તેથી જે વિશ્વરૂપ છે, જેમનું અદ્દભુત અમૂર્ત સ્વરૂપ મિથ્યાદષ્ટિ જીવોને અગમ્ય છે, જેઓ સદા ઉદયસ્વરૂપ છે, કૃતાર્થ અને કલ્યાણરૂપ છે, શાન્ત, નિષ્કલ, અશરીરી અને શંકરડિત છે.
જેઓ સમગ્ર ભવ-સંચિત કર્મ-કલેશ રૂ૫ વૃક્ષોને ભસ્મીભૂત કરવામાં પ્રચંડ અગ્નિ સમાન છે, પૂર્ણ શુદ્ધ છે, અત્યંત નિલેપ છે, જ્ઞાન-સામ્રાજ્યમાં પ્રતિષ્ઠિત છે, વિશુદ્ધ દર્પણમાં સંક્રાત થયેલા પ્રતિબિંબ સદશ મહાપ્રભાવવાળા છે, જેઓ તિર્મય, અનંત વીયુક્ત, મહાપરાક્રમી અને પુરાતન છે.
વળી જેઓ પરમ વિશુદ્ધ, અષ્ટ ગુણેથી યુક્ત છે, રાગાદિ દેથી સર્વથા રહિત છે, નીરોગી, અપ્રમેય છતાં ભેદ-જ્ઞાનીથી 3ય તેમજ વિશ્વનાં સર્વ તો જેમનામાં વ્યવસ્થિત છે અને જેમનું સ્વરૂપ બાહ્ય-ભાવથી અગ્રાહ્ય છતાં અંતરંગ-ભાવોથી ગ્રાહ્ય બની શકે તેવું છે.
આવું સહજ શુદ્ધ આત્મસ્વરૂપ સિદ્ધ પરમાત્માને પ્રગટ છે. એવા નિષ્પન, અત્યંત અવ્યાબાધ સુખમય સિદ્ધ પરમાત્મા સર્વ જગતને વંદનીય છે.
જેના અલ્પકાળના ધ્યાન માત્રથી પણ ભવ્ય જીવોને ભવ-વ્યાધિ નષ્ટ થઈ જાય છે.
તેઓ ત્રણે લોકોના સ્વામી અવિનાશી પરમાત્મા છે, જેમનું સ્વરૂપ જાણવાથી સમગ્ર વિશ્વનું સ્વરૂપ જણાઈ આવે છે. તે પરમાત્માના સ્વરૂપના જ્ઞાન વિના સ્વ–આત્મ-સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થતી નથી, માટે જ ગીપુરુષો તેઓનું શુદ્ધ-સ્વરૂપ જાણું વર્ષ સિદ્ધ-સ્વરૂપને વરે છે.
શાવ; વીર્થસ્થાનન-શ્નો -થી ૩૮. *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org