________________
ध्यानविचार-सविवेचन
[ ૨૨ સમયે) પોતાના મનને પ્રત્યાખ્યાન- સંયમ સ્થાનમાં વિશેષ સ્થિરતા પૂર્વક પરોવીનેશરદ્દ ઋતુના ચન્દ્ર, મચકુંદના પુષ્પ અને શંખ જેવી ઉજજવળ કાતિવાળી સિદ્ધશિલા ઉપર પિતાના આત્માને સ્થાપિત કરીને, તે દેશ-સ્થાનને સમી પવત સર્વ સંકલેશરહિત એવા સિદ્ધ ભગવંતના સ્વરૂપનું નિપુણ રીતે ધ્યાન કરવા લાગ્યા.
આ રીતે સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં લીન બનેલા સુશ્રાવક સુદર્શન શેઠને બાહ્ય વાતાવરણની કઈ અસર થઈ શકી નહિ.
ધ્યાનની સિદ્ધિને આ પ્રત્યક્ષ પુરાવે છે
આ ઉપરાંત “નમસકાર-નિર્યુક્તિમાં સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું વિસ્તૃત વર્ણન છે. તેમજ “જ્ઞાનાર્ણવ', ‘શ્રીપાળ કથા', વગેરે ગ્રન્થોમાં પણ સિદ્ધ ભગવતેના ધ્યાનની માહિતી દર્શાવી છે.
ધ્યાનાદિ બાવીસ ભેદોના નિરંતર અભ્યાસ દ્વારા સિદ્ધિ સ્થાને સિદ્ધ થાય છે. આ ધ્યાનમાં સિદ્ધ ભગવંતન અરૂપી ગુણેનું ચિંતન-ધ્યાન હોય છે. તેને “રૂપાતીત ધ્યાન” પણ કહી શકાય છે.
“રૂપાતીત–ધ્યાનના અભ્યાસ કાળમાં શુકલ-યાનને પ્રારંભ થાય છે, જે કેવળજ્ઞાન અને મુક્તિનું પણ અનંતર કારણ છે.
આ દયાનના પ્રભાવે અણિમાદિ આઠ લૌકિક-સિદ્ધિઓ અને પરમાનંદનો અનુભવ કરાવનારી એવી પરમ સમાધિ રૂપ સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.
- આ ધ્યાન વર્તમાન જન્મમાં પણ લૌકિક અને લોકોત્તર સિદ્ધિ પ્રદાન કરે છે અને પરભવમાં શીવ્ર સિદ્ધિ-શાશ્વત મુક્તિ-સુખની નિષ્પત્તિ કરે છે, તેથી આ ધ્યાનનું સિદ્ધિ નામ સાર્થક કરે છે.
(૨૪) પરમસિદ્ધિ ધ્યાન મૂળપાઠ -મુકતમુનામાન્યથારવા ર8
અર્થ :–મુક્ત-સિદ્ધ પરમાત્માના ગુણોને પિતાના આત્મામાં આરોપ કર, તે પરમસિદ્ધિ ધ્યાન” છે.
વિવેચન :- સિદ્ધિધ્યાનમાં બતાવી ગયા તે મુજબ સિદ્ધ પરમાત્માના ગુણોનું ધ્યાન જ્યારે દીર્ઘ કાળ સુધી નિરંતર થાય છે ત્યારે સિદ્ધ પરમાત્માના સર્વ ગુણને પોતાના આત્મામાં અભેદ આરોપ કરી પિતાના આત્માને પણ સિદ્ધરૂપે ધાવવાનું સામર્થ્ય પ્રગટે છે. કહ્યું પણ છે –
રૂપાતીત સ્વભાવવાળા કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વરૂપ, પરમાનંદસ્ય સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવાથી ધ્યાતા પણ અનંત ગુણમય સિદ્ધ ભગવાન બને છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org