________________
ध्यानविचार-सविवेचन
[ શ્વક પતિતપાવન નવકાર
હિંસક, અસત્યભાષી, પરધનહારી–ર, પરદારસેવી અને બીજા પણ કર પાપોમાં સદા તત્પર રહેનાર, લેકમાં નિંદનીય એવો પુરુષ પણ જે મરણ વખતે આ મંત્રનું સતત સ્મરણ કરે છે, તો દુષ્ટ-કમજન્ય દુર્ગતિનાં દ્વાર બંધ કરી દેવલેકમાં જાય છે.
નવકાર–એ જિનશાસનરૂપ છે. નવકાર–એ વિનયરૂપ હોવાથી) કલ્યાણકારી ધર્મ છે. નવકાર–એ (નામ-જિનરૂપ હોવાથી) સાક્ષાત્ જિનેશ્વર–દેવ છે. નવકાર–એ (પંચપરમેષ્ઠીએ મહાવ્રતધર હેવાથી) વ્રત અને મહાવ્રત સ્વરૂપ છે.
નવકાર–સર્વ પ્રકારનાં ઉત્તમ ફળને આપનાર પરમ દાતાર છે. વધારે કહેવાથી શું ? આ સંસારમાં એવું શું છે કે જે શ્રી નવકારના અચિન્ય-પ્રભાવથી શુભરૂપ ન બને? અર્થાત્ આ સંસારમાં જે કાંઈ શુભ–તત્વ છે, તે સર્વ આ નવકારના અતિ ઉત્તમ પ્રભોવે જ છે.
આનંદધન આત્માના જ સ્વભાવભૂત એવા “નવકારને અનન્ય –ભાવે આરાધતાં આરાધક પણ પરમાનંદમય આત્માને અભેદ સાધી – પરમાનંદ પદ પામે છે.
યંત્રની દષ્ટિએ નવકારનું મહત્ત્વઃનમસ્કાર-મહામંત્રનું યંત્ર દૃષ્ટિએ પણ ઘણું મહત્ત્વ છે.
પ્રસ્તુત સ્તંત્રમાં યંત્ર સાથે શ્રી નવકારના પદોનું દશ ચક્રોમાં જુદી જુદી રીતે ધ્યાન કરવાનું વિધાન છે, તેમજ કુંડલિની ઉથાન અને ષક-ભેદન વિશે પણ રહસ્યમય વર્ણન ગર્ભિત રીતે છે
चउबिहज्झाणथुत्तं पिण्डत्थं च पयत्थं रूवत्थं रूपवज्जियसरूवं ।
तत्तं परमिटिमयं गुरूवइट्ट थुणिस्सामि ॥१॥ ધ્યાનના ચાર પ્રકાર છે : (૧) પિડ, (૨) પદસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપવર્જિત રૂપાતીત. પરમેષ્ઠીમય તત્ત્વ ગુરુના ઉપદેશ મુજબ એટલે કે “ નમઃ સિમ્” કે “નમો અરિતાળ આદિ પરમેષ્ઠીમય વણે–પરમેષ્ઠીવાચક અક્ષરો વડે પિંડસ્થ આદિ ચાર પ્રકારનું ધ્યાન કઈ રીતે કરી શકાય છે, તેનું વર્ણન પૂર્વના ગુરુવર્યોએ જે પ્રમાણે કર્યું છે તે પ્રમાણે હું કરીશ. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org