________________
૨૨ ]
ध्यानविचार-साववेचन શ્રીહંસનાદ-ચક્રમાં ગલિત-શૂન્ય-ક્ષીણવૃત્તિવાળ યોગી અત્યંત શુદ્ધ સ્ફટિકમણિ તુલ્ય હંસ –- જીવને જુએ છે, એટલે કે તેનું ધ્યાન કરે છે, તેવા યોગીને સકલ સિદ્ધિઓ વશ – સ્વાધીન થાય છે,
નામદાર પર હસનારું શમમ ! .
હંક્સ:
चउविहशाणगयं परमिटिमयपहाणतरतत्तं ।
झायइ अणवरयं सो पावइ परमाणंदं ॥ १२ ॥ આ રીતે ચતુર્વિધ ધ્યાનગત પરમેષ્ઠીમય પ્રધાનતર તત્વનું નિરંતર ધ્યાન કરે છે, તે પરમાનંદને પ્રાપ્ત કરે છે.
આ સ્તોત્રમાં બતાવેલાં દશ ચક્રનું ધ્યાન દેહ-પિંડમાં જ જુદાં જુદાં સ્થાને થતું હોવાથી “પિંડસ્થ ધ્યાનરૂપ છે તથા પ્રત્યેક ચકમાં “કાર, નમઃ સિદ્ધમ, નમો શરિતા' આદિ પદોનું ધ્યાન હોવાથી તે “પદસ્થધ્યાનરૂપ છે. તે યંત્રની આકૃતિ વડે થતું હોવાથી “રૂપથ્થધ્યાનરૂપ પણ છે.
- આ ત્રણે થાનોમાં દયેયરૂપે સ્થળ આલંબને હોવાથી તેને “સાલંબન દયાન પણ કહેવાય છે અને તેના સતત અભ્યાસ દ્વારા સૂક્ષમ આલંબનરૂપ નિરાલંબન-ધ્યાનની શક્તિ પ્રગટે છે, તેથી કારણરૂપે તેને “રૂપાતીત ધ્યાન” પણ કહી શકાય છે.
પ્રથમનાં નવ ચામાં દર્શાવેલાં ધ્યાન – એ “સાલંબન ધ્યાન છે. તેના અભ્યાસથી અનુક્રમે સિદ્ધ થતું દશમાં હંસનાદ-ચક્રમાં નિર્મળ-શુદ્ધ હંસ-આત્માનું ધ્યાન–એ રૂપાતીત થાન છેજેનાથી પરમ આનંદની ઉપલબ્ધિ-પ્રાપ્તિ થાય છે. કહ્યું પણ છે –
एवं क्रमशोऽभ्यासावेशाद ध्यानं भजेभिरालम्बम । समरसभावं यातः परमानन्दं ततोऽनुभवेत् ॥
--વોત્તરશાસ્ત્ર, p#iા ૨ ક. . આ પ્રમાણે પિંડસ્થ આદિ “સાલબન ધ્યાનના અભ્યાસની તીવ્રતા-પરાકાષ્ઠા થતાં નિરાલંબન ધ્યાન કરે અને તેથી પરમાત્મા સાથે સમરસી (ઐક્ય)–ભાવ પામી પરમાનંદને અનુભવ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org