________________
ध्यानविचार-सविवेचन
[ ૧૩૦ ચિંતન-વ્યાપારથી રહિત બને છે, ત્યારે તે “શૂન્ય-ધ્યાન પામે છે અને ચિત્તની સર્વથા ચિંતન-વ્યાપાર રહિત અવસ્થા બને છે, ત્યારે તેનું ધ્યાન “પરમ-શૂન્ય કેટિનું ગણાય છે.
નવકારના આલંબનથી ચિત્તની શુભ અવસ્થા સરળતાથી થાય છે, તેથી જ ચૌદ પૂર્વધરો પણ જીવનના અંત સમય સુધી તેનું જ આલંબન લે છે.
સિદ્ધ-મંત્ર એવા નવકારના સંપૂર્ણ પ્રભાવને કેવળી ભગવંતે પણ પૂરેપૂરો વર્ણવી શક્તા નથી, વર્ણવવાની શક્તિ હોવા છતાં, તે વર્ણન કરવા જેટલું આયુષ્ય નહિ હોવાથી ચેરાસી લાખ પૂર્વના આયુષ્યવાળા ભગવંતે પણ તેનું પૂરું વર્ણન કરી શકતા નથી.
આવા પરમ મહિમાવંત અને પ્રભાવવંત નવકારના અક્ષરોમાં મન જેમ જેમ ઓગળે છે તેમ તેમ સર્વ કર્મ-મળ ગળે છે અને તે તે સર્વ પ્રદેશોમાં આત્મ-જ્યોતિ સંચરે છે; માટે શ્વાસે શ્વાસે તેનું સ્મરણ કરવાનું ફરમાન અનંત ઉપકારી ભગવતે કરે છે.
(૯) બિંદુ-પરમબિંદુ - નમસ્કાર-ચકમાં અરિહંતાદિ સોળ પરમાક્ષરનું બીજબિંદુથી યુક્ત દયાન કરવાનું કહ્યું છે અર્થાત્ ધ્યાનને બિંદુ પ્રમાણુ સૂક્ષમ બનાવવાનું સૂચવ્યું છે તેથી “બિંદુનું ધ્યાન પણ નવકારમાં સમાયેલું છે. તેમજ “પરમબિંદુ ધ્યાનમાં રહેલી ગુણ-શ્રેણિઓ પણ નવકારના ધ્યાન દ્વારા અનુક્રમે અવશ્ય પ્રાપ્ત થાય છે. તેથી જ નવકાર-એ પરમબિંદુ ધ્યાન રૂપ છે.
જે કોઈ પણ મહાત્માઓ સિદ્ધ થયા છે, થાય છે અને થવાના છે, તે સર્વે પંચપરમેષ્ઠી ભગવંતોના ધ્યાનના સુપ્રભાવે જ થયા છે, થાય છે અને થવાના છે; તથા સિદ્ધ થતી વખતે તે સર્વે સમ્યફ વાદિ ગુણ-શ્રેણિઓને સ્પશ—અનુભવ અવશ્ય કરે છે અર્થાત્ ઉત્તરોત્તર અસંયગુણ—અસંખ્યગુણ અધિક કર્મ-નિર્જરા અવશ્ય કરે છે, તે જ ઘાતી-કર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે અને અઘાતી-કર્મોનો નાશ થવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે.
(૧૦) નાદ–પરમનાદ – પરમેષ્ઠી-નમસ્કારના ધ્યાન વડે સાધકને “નાદ અને પરમાનાદીની ઉત્પત્તિ પણ અવશ્ય થાય છે. - જ્યારે નમસ્કારનું ધ્યાન અનુક્રમે સૂક્ષમ થઈ (પદ-અક્ષર) “અહ” રૂપે કરાય છે અને પછી બિંદુ રૂપે તેનું ચિંતન થાય છે, ત્યારે અતિ સૂકમ-વનિ ઉત્પન્ન થાય છે તેને જ ‘નાદ' કહે છે અને ધ્યાનના સતત અભ્યાસના પરિણામે નાદની સૂક્ષમતા થતાં પરમ નાદ’ પ્રગટે છે. નાદની પરમ શાન્ત–ભૂમિકાને અનુભવ થાય છે, ત્યારે સાધક ધ્યાન- દશામાં અત્યંત લીન બને છે.
કહ્યું પણ છે : આ “અહ”નો આશ્રય લઈને જ અન્ય દર્શનકારોએ સાડા ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org