________________
૨૧]
ध्यानविचार-सविवेचन
શેષ ધ્યાન-ભેદને નિર્દેશ एयं कवयमभेयं खाइयमत्थं पश भवणरक्खा । जोई सुन्नं बिंदुं नाओ तारा लवो मत्ता ॥३४॥ सोलसपरमक्खरबीयबिंदुगम्भो जगुत्तमो जोओ । सुयबारसंगसायरमहत्थऽ-पुव्वत्थ-परमत्थो ॥३५॥ नासेइ चोर-सावय-विसहर-जल-जलण-बंधणसयाइं ।
चितिज्जतो रक्खस-रण-रायभयाइं भावेण ॥३६॥ અર્થ -આ પંચનમસ્કાર એ પરમ અભેદ્ય કવચ છે, પરમ ખાતિકા(ખાઈ ખાડી) છે, પરમ અસ્ત્ર છે, પરમ ભવન રક્ષા છે, (પરમ) જ્યોતિ છે, (પરમ) શૂન્ય છે. (પરમ) બિંદુ છે (પરમ) નાદ છે, (પરમ) તારા છે, (પરમ) લવ છે, અને (પરમ) માત્રા છે. (તિ આદિને પણ “પરમ લગાવવાથી પરમ તિ” “પરમ શૂન્ય” વગેરે ધ્યાનભેદનું સૂચન થાય છે.) (આ નવકાર) સેળ પરમાક્ષર રૂપ “બી ( દ ત શિ૪ ના રિ ૨
૨ સ ) અને સોળ પરમ બિંદુઓ છે ગર્ભમાં જેના – એવો લેકેરમ (મંત્રાક્ષરોને) ગ છે અથવા સેન પરમાક્ષર રૂપ “બી” અને “બિંદુઓ જેની મધ્યે રહે છે એ ઉત્તમ ગ છે અને દ્વાદશાંગ રૂપ શ્રુત-સાગરને મહા, અપૂર્વાર્થ અને પરમાર્થ છે.
(ઉપરોક્ત) ભાવપૂર્વક સ્મરણ કરાયેલે આ મંત્ર ચાર, હિંસક પ્રાણીઓ, વિષધરસર્પ, જળ, અગ્નિ, બંધન, રાક્ષસ, ચુદ્ધ અને રાજ્યના ભયને નસાડી મૂકે છે.
તાતપર્ય –ફિઘુત્ત’ ની ચોત્રીસમી ગાથામાં નવકારને અભેદ્ય કવચ, પરમખાતિકા, પરમ અસ્ત્ર, પરમ ભુવનરક્ષા, (અહીં પરમ ભુવન” અને “પરમ રક્ષા—એ અર્થ પણ ઘટી શકે છે) પરમ જ્યોતિ, પરમ શૂન્ય (ધ્યાન,) પરમ બિંદુ, પરમ નાદ, પરમ તારા, પરમ લવ અને પરમ માત્રા રૂપ જેમ કહ્યો છે, તેમજ “ઢવો વિ મત્તા”—એવો પાઠાંતર હેવાથી – શબ્દથી કલા, લય, પદ, સિદ્ધિ તથા પરમ કલાદિ ધ્યાન પણ નવકારમાં અંતભૂત છે – એ સ્પષ્ટ ઉલ્લેખ થાય છે.
નવકાર એ “અભેદ્ય કવચ વગેરે કેમ છે – તે ટૂંકમાં વિચારીએ -
(૧) અભેદ કવચ :- નમસ્કાર–ચક'નું ધ્યાન–એ અભેદ્ય છે. કેઈથી ભેદી–તેડી ન શકાય એવા “અભેદ કવચ-બખ્તર” સમાન છે. યુદ્ધના મેદાનમાં લેખંડી બખ્તરબદ્ધ સુભટોને શત્રુઓનાં તીણું–શસ્ત્રો પણ ભેદી-છેદી શકતાં નથી, તેમ “નમસ્કાર–ચકને ધારણ કરનારને તથા એનું ચિંતન-ધ્યાન કરનારને, અચિન્ય પ્રભાવે શરીર ઉપર કેઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org