________________
ध्यान विचार-सविवेचन
[ ૨૨૬ પદ-ધ્યાનમાં પંચપરમેષ્ઠી ભગવંતોનું ધ્યાન કરવાનું હોય છે. તે પરમાત્માની આજ્ઞાના પાલન રૂપ હોવાથી “ભાવ-નમસ્કાર છે અને તે “ભાવ-નમસ્કાર” “પ્રતિપત્તિપૂજા સ્વરૂપ છે. કહ્યું પણ છે કે – સર્વ પૂજાઓમાં “ભાવ-પૂજા” પ્રધાન છે અને તે પ્રતિપત્તિ' રૂપ છે. *
પ્રથમની બે પૂજામાં દ્રવ્ય–સંકેચ, “તેત્રમાં વાણી અને મનને સંકેચ અને પ્રતિપત્તિમાં મનનો અને ભાવનો સંકેચ હોય છે.
- જ્યારે–ત્યારે, જ્યાં-ત્યાં, જાણતાં-અજાણતાં સ્થાપેલા મનને, આરોપેલા ભાવને, તે-તે સર્વ સ્થાનો તેમજ પદાર્થોમાંથી ખેંચી લઈને ઈવિશેષ પંચ પરમેષ્ઠી ભગવતેમાં સ્થાપવું તેને મનને સંકેચ અર્થાત્ “ભાવ-સંકોચ” કહે છે.
‘દ્રવ્ય-પૂજાથી સર્વથા ઉપર ઊઠવાની ક્રિયાને “ભાવ–પૂજા કહે છે.
આ રીતે “નમે પદ સર્વ પ્રકારની પૂજાનું દ્યોતક હોવાથી “ધ્યાન” રૂ૫ પ્રતિપત્તિ પૂજાનું પણ સૂચક છે.
આ દૃષ્ટિએ નમસ્કાર–મહામંત્રમાં પણ “નમો’ પદ ધ્યાનનું સૂચક હોવાનું સિદ્ધ થાય છે.
આ “નમો’ પર જીવન જીવ તરફને અણગમે દૂર કરે છે, મનને અરિહંતમાં ઓગાળે છે–અરિહંતમય બનાવે છે. તેને મહિમા અપરંપાર છે.
પદ–થાન” માં પંચ પરમેષ્ઠીઓનું ધ્યાન હોવાથી, તેને નમસ્કાર-મહામંત્રનું જ ધ્યાન કહી શકાય છે કારણ કે પદ–ધ્યાન” અને “નમસ્કાર–મહામંત્રમાં પદાર્થરૂપે પંચ પરમેષ્ઠીઓ જ રહેલા છે.
અરિહંતાદિ પાંચે પદોને વિશિષ્ટ રહસ્યભૂત અથ:(૧) અરિહંત-પદ ઃ જે દેવ, દાનવ અને મનુષ્યને વિષે વંદન અને પૂજનને ગ્ય છે. તીર્થકર-નામકર્મ રૂપ અરિહંત-પદવીના ઉપભેગપૂર્વક સિદ્ધિને પામનારા છે.
સર્વ ગુણોથી પરિપૂર્ણ હોવાથી સર્વોત્તમ છે, સ્તુતિ કરવા યોગ્ય છે અને ભયાનકભવાટવીમાં પરિભ્રમણ કરવાથી ભયભીત થયેલાં પ્રાણીઓને પરમ-આનંદ સ્વરૂપ મેક્ષમાર્ગને બતાવનારા છે.
જે ભવાટવીમાં “સાર્થ વાહ” ભવ-સમુદ્રમાં “નિર્ધામક બને છે અને છ કાય જીવોના રક્ષક હોવાથી “મહાગોપના યથાર્થ બિરુદને ધારણ કરનારા છે. * भावपूजायाः प्रधानत्वात् तस्याश्च प्रतिपत्तिरूपत्वात् ।
–ત્રિત વિસ્તરા; પૃ.-૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org