________________
૨૨૦ ]
ध्यानविचार-सविवेचन છે. તેથી પ્રભુ-કપાના પ્રભાવે જ મારે ઈચ્છા-ગનો નમસ્કાર ભાવમાં ભાવ-નમસ્કાર કરવાનું સામર્થ્ય પ્રગટાવશે.
ભાવનમસ્કારને પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વગેરે અનેક ભેદે છે. નામાદિ ચારે નમસ્કારના ન્યૂનાધિક શુદ્ધિની અપેક્ષાએ અનેક ભેદ પડે છે.
ભાવ-નમસ્કારનો પરમ પ્રકર્ષ વીતરાગ-દશાને પ્રાપ્ત થયેલા ઉત્તમ આત્માઓને હોય છે. તીર્થંકર પરમાત્મા પણ “મો તિસ્થ' પદને ઉચ્ચાર કરે છે.
પૂજાના ચાર પ્રક્ષર :
જિનાગમમાં ચાર પ્રકારની પૂજા કહેલી છે : (૧) પુષ્પપૂજા, (૨) નિવેદ્ય-પૂજ, (૩) સ્તોત્ર-પૂજા અને (૪) પ્રતિપત્તિ-પૂજા.
પ્રથમના બે ભેદ દ્રવ્ય-પૂજા'ના છે; પછીના બે ભેદ “ભાવ-પૂજાના છે. ભાવપૂજા “પ્રતિપત્તિ રૂપ હોય છે. ગુણું-સ્થાનની દુટિએ પૂજા :
સમ્યગદષ્ટિ જીવોને પ્રથમની ત્રણ પૂજા હોય છે અને દેશ-વિરતિધરને ચારે પૂજા હેાય છે. સરાગી સર્વવિરતિધરને (છઠ્ઠાથી દસમા ગુણ-સ્થાનક સુધી) “તેત્ર અને પ્રતિપત્તિ”—બે પૂજા હોય છે અને વીતરાગ-દશામાં એટલે કે અગિયારમા, બાર અને તેરમા ગુણ-સ્થાનકમાં “પ્રતિપત્તિ પૂજા હોય છે.
આ ચારે પૂજાએ અનુક્રમે ઉત્તરોત્તર વિશેષ વિશુદ્ધિવાળી હોય છે. ભાવ-પૂજા (ભાવ-નમસ્કાર) – એ “પ્રતિપત્તિ” રૂપ છે. પ્રતિપત્તિ પૂજાનું તાત્પર્ય - પ્રતિપત્તિ એટલે “આપ્ત-પુરુષના વચનનું અવિકલપણે પાલન કરવું.”
પરમાત્માની આજ્ઞાનું પરિપૂર્ણ પાલન વીતરાગને જ હોય છે. ઉપશાન્ત-મેહ, ક્ષીણમેહ અને સગી-કેવળી–આ ત્રણમાંથી પ્રથમના બે સંયમની ઉત્કૃષ્ટ સાધના દ્વારા વિશુદ્ધ-ધ્યાનની શ્રેણિમાં સ્થિત હોય છે અને સગી-કેવળી તેના દ્વારા કેવળજ્ઞાનને પામેલા હોય છે.
આવી ઉત્કૃષ્ટ કોટિની આત્મ-વિશુદ્ધિ એકાએક પ્રાપ્ત થઈ જતી નથી. પરંતુ દીર્ઘકાળના સંયમ અને ધ્યાનાદિના સતત અભ્યાસ પછી પ્રાપ્ત થાય છે. એ જ કારણે દેશ-વિરતિ અને સરાગ-સંયમીને પણ ધ્યાનાદિ વડે અનુક્રમે જે આત્મ-વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે યા હોય છે, તેને પણ “પ્રતિપત્તિ પૂજા કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org