________________
ध्यानविचार-सविवेचन દીર્ઘકાલીન અભ્યાસ વડે જાપની એવી અવસ્થા પ્રાપ્ત થાય છે કે ઉચ્ચારણ વિના જ સ્વયં મંત્રને જા૫ હદયમાં ચાલ્યા કરે છે. તે સમયે સાધક સ્વયં મંત્રને વનિ સાંભળી શકે છે. તેને મંત્ર–રમૈતન્યને પૂર્વાભ્યાસ કહી શકાય.
સામાન્ય રીતે જીવોના પ્રાણ વક–ગતિવાળા હોય છે એટલે કે ઈડા અને પિંગલા નાડીમાં વહેતા હોય છે. તે વખતે પ્રાણુ અને અપાન વાયુની ગતિ વિરુદ્ધ હોય છે, પરંતુ સાધના દ્વારા જ્યારે પ્રાણ અને અપાન વાયુનું સામ્ય પ્રાપ્ત થાય છે, ત્યારે સુપ્ત -કુંડલિની જાગૃત થવાથી પ્રાણ અને મન બને નિર્મળ બને છે. મન અને વાયુના ઊર્વ મુખી ગમનથી પ્રાણશક્તિ-કુંડલિની અનાહત નાદરૂપે ઊર્ધ્વ ગતિ કરે છે.
નાદનું અધિષ્ઠાન સુષુણ્ણ છે. નાદરૂપને પ્રાપ્ત થયેલી કુંડલિની–પ્રાણશક્તિ સુષુણ્ણામાં પ્રવેશી નાભિ આદિ સ્થિઓને ભેદીને ઉપર જાય છે અને અંતે બ્રહ્મરન્દ્રમાં લીન બને છે. આ નાદને અવ્યક્ત–સુસૂમ ધ્વનિ કે “અક્ષર” કહેવામાં આવે છે.
નાદ એ સૂકમ (આત્યંતર) અને અવ્યક્ત ધ્વનિ હોવાથી બુદ્ધિમાન પુરુષો જ તેને જાણે શકે છે. વૈખરી–અવસ્થા એ નાદની સ્થૂલ અવસ્થા છે.
વિખરીને વ્યક્તવાણ, મધ્યમાને વ્યક્તા વ્યક્તવાણી, પશ્યતાને અવ્યક્ત–વાણી અને પરાને પરમ અવ્યક્ત–વાણું કહેવામાં આવે છે.
વૈખરીમાં મંત્રાત્મક-શબ્દ અને તેના અર્થની વચ્ચે પરસ્પર ભેદ રહે છે, મધ્યમામાં તે બે વચ્ચે ભેદ અને અભેદ બને રહે છે, પરંતુ પશ્યન્તીમાં શબ્દ અને અર્થની વચ્ચે ભેદ મુદ્દલ રહેતો નથી. અર્થાત્ આ અવસ્થામાં મંત્રાત્મક-શબ્દ અને તેને અર્થ એ બને અભિન્ન થઈ જાય છે; એને જ મંત્ર-સાક્ષાત્કાર કહેવામાં આવે છે. તે પછી સર્વ વિકોને ઉપશમ થાય છે. તે પછી પરા-વાણની પ્રાપ્તિ થાય છે. તેમાં આત્માની સર્વ શક્તિઓને આવિર્ભાવ થાય છે. ત્યાર બાદ આત્મા, પરમાત્મભાવને પામે છે.
ચિત્તની વિક્ષિપ્ત, ક્ષિપ્ત અને મૂઢ અવસ્થામાં નાદ સંભળાતું નથી, પરંતુ એકાગ્ર અવસ્થામાં જ સંભળાય છે અને જ્યારે નાદ-શ્રવણ સ્થગિત થઈ જાય, ત્યારે તે ચિત્તની નિરુદ્ધ અવસ્થા જાણવી.
નાદ વડે મનને લય સરળતાથી થાય છે, તેથી મને લયનાં સર્વ સાધનોમાં નાદાનુસંધાન–એ સર્વ શ્રેષ્ઠ સાધન છે.
આ “અનાહત–નાદની સ્પષ્ટ અભિવ્યક્તિ આ રીતે મંત્ર કે ધ્યાન-સાધનાદિ દ્વારા કમે-કમે થાય છે. તેની પૂર્વે ધ્યાનાભ્યાસના કાળમાં પણ જેમ જેમ ઈડા અને પિંગલાની ગતિ મંદ થતી જાય છે, તેમ તેમ વિવિધ પ્રકારના મધુર ધ્વનિઓ શરીરમાં સંભળાય છે. તે દયાનજન્ય હોવાથી તેને પણ “અનાહત-નાદી કહી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org