________________
ध्यानविचार-सविवेचन
[ ૧૦૭ વલયાકારે તેમની સ્થાપના કરવા પાછળ વિશેષ હેતુ છે. તેનું રહસ્ય “રિમંત્ર–ક૯૫–સમુચ્ચય વગેરે ગ્રન્થના અભ્યાસથી સમજી શકાય છે.
સૂરિમંત્ર આદિના પટમાં ઇન્દ્રાદિ દેવ-દેવીઓની સ્થાપના કરવામાં આવે છે. સમ્ય-દષ્ટિ દેવ-દેવીઓનાં નામ-સ્મરણનાં વિવિધ સ્થાને
દેવવંદન, પ્રતિકમણ આદિ આવશ્યક-ક્રિયાઓમાં પણ એથી થાય અને કાર્યોત્સર્ગ દ્વારા સમગ-દષ્ટિ દેવ-દેવીઓની સ્મૃતિ અને સ્તુતિ થાય છે.
તેમજ દીક્ષા, ચારણ, ઉપધાન-માળા, તીર્થ-માળા આદિ મંગળ વિધિવિધાનમાં તથા “આચારાંગ આદિ સૂત્રોની અનુજ્ઞા આપતી વખતે “નંદીની ક્રિયામાં પણ શ્રુત-દેવતા, શાસન-દેવતા અને અન્ય સમસ્ત વૈયાવૃત્ય આદિ કરનારા સમ્યગ્દષ્ટિ દેના સ્મરણ માટે કાર્યોત્સર્ગ અને સ્તુતિ કરવામાં આવે છે. તેમજ “પરમેષ્ઠી સ્તવમાં પણ દશ-દિકપાલ, પાંચ લોકપાલ, નવ ગ્રહ, શ્રુત-દેવતા અને શાસન-દેવતા આદિનું સ્મરણ કરાય છે.
અંજન–શલાકા, પ્રતિષ્ઠા, બૃહત-લઘુ શાન્તિ-સ્નાત્ર વખતે તેમજ અહંદુમહાપૂજન, સિદ્ધચક તથા ઋષિ-મંડલ મહાપૂજન વગેરેમાં પણ શાસન-રક્ષક દે, નવ પ્રહ, દશ દિફ પાલાદિનું વિધિપૂર્વક આહાન વગેરે કરીને પૂજન કરવામાં આવે છે.
આ રીતે દેવ-દેવીઓનાં નામ-સ્મરણ, પૂજનાદિ કરવાથી તેમનું લક્ષ્ય-ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જેથી ઉપરોક્ત શાસ્ત્રીય અનુષ્ઠાનાદિમાં તેમના દ્વારા જરૂરી સહાયસંરક્ષણાદિ મળી રહે છે અને તે તે ધાર્મિક-કાર્યો નિવિદને પૂર્ણ થાય છે.
સમ્યગદષ્ટિ દેવ-દેવીઓનાં વિશિષ્ટ કાર્યોઃ
પૂ. આચાર્યદેવ શ્રી જિનપ્રભસૂરિજી વિરચિત “સૂરિમંત્ર’ વિવરણમાં કેટલાંક દેવદેવીઓનાં વિશિષ્ટ કાર્યો-કર્તવ્યની માહિતી આપી છે તે નીચે પ્રમાણે છે –
કુરિ–શાન્તિદેવી, જી-અભયાદેવી, રિ–નિવૃત્તિદેવી–આદિમાં જ્યારે સ્મરણ કે કાયોત્સર્ગ કરવામાં આવે છે, ત્યારે તેઓ ચિત્ય, શ્રત, તપ, સંઘ વગેરેને મહિમા કરે છે, મહત્વ અને ગૌરવ વધારે છે, તેમજ દુષ્ટ–દેવીઓનું નિરાકરણ કરે છે અથવા પર્વત કે ગામ-નગર–પત્તન આદિ સ્થાનેમાં ચેત્ય(મંદિર)નું આરોપણ અને રક્ષણ કરે છે.
“શ્રી” અને “હા” દેવી મિથ્યાત્વી દેવતાથી અધિષ્ઠિત ચિત્યનો ઉદ્ધાર અને શ્રત, તપ તેમજ સંઘને પણ સમુદ્ધાર કરે છે.
સૌધર્મેન્દ્ર આદિ ઈન્દ્રો તથા બીજા પણ ચાર નિકાયના સમ્યગ-દષ્ટિ દેવ તીર્થકર પરમાત્માના પાંચે કલ્યાણકમાં અપૂર્વ ભાલ્લાસ સાથે મહામહિમા કરે છે અને અષ્ટ પ્રાતિહાર્યાદિ, ઓગણીસ અતિશય, રત્નસુવર્ણની વૃષ્ટિ, સમવસરણની રચના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org