________________
ध्यानविचार-सविवेचन
[ ૨૦૨ પ્રભુનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે તેમ તેમનું રૂ૫(મૂર્તિ) જેવાથી હૃદયમાં તેમનું પ્રતિબિંબ પડે છે અને તન, મન અને નયનાદિમાં પણ આનંદ તથા ભાલ્લાસ પ્રગટે છે.
નામ” અને “સ્થાપના દ્વારા પરમાત્માની ભક્તિ-ઉપાસના થાય છે તેમાં નામ એ પ્રભુને મંત્રાત્મક દેહ છે, તેના આલંબનથી “પદ–ધ્યાન થાય છે.
પ્રભુ-પ્રતિમા એ સાક્ષાત્ પરમાત્મા તુલ્ય છે, તેને આલંબનથી “રૂપસ્થિ–દયાન થાય છે અને તેના સતત અભ્યાસથી “રૂપાતીત–ધ્યાન સુધી પહોંચી શકાય છે.
મૂર્તિ એ પરમાત્માની સાકાર-મુદ્રા છે. સાકાર વડે નિરાકારને બોધ થાય છે. નિરાકાર પોતાને આમાં છે, તેને બંધ થવાથી અનાત્મ-તત્ત્વ અર્થાત્ જડ પદાર્થો તરફનું આકર્ષણ ઘટતું જાય છે. તેનું નામ “વૈરાગ્ય’ છે અને આત્મ-તત્તવ તરફનું આકર્ષણ વધતું જાય છે, તેનું નામ “ભક્તિ છે.
વૈરાગ્ય સંસારના પ્રવાહ તરફ વળતી ચિત્ત-વૃત્તિઓને રોકે છે અને ભક્તિએ કેવલ્યના પ્રવાહ તરફ ચિત્ત-વૃત્તિને વાળે છે.
મૂર્તિના ધ્યાનથી ધ્યાતા ધ્યેયની સાથે એકતાને અનુભવ કરે છે. ધ્યાતા અંતરાત્મા છે. ધ્યેય પરમાત્મા છે અને દયાન એટલે ચિત્ત-વૃત્તિને દયેયને વિષે અખંડ-પ્રવાહ, મૂર્તિ દ્વારા સધાય છે; તેથી જિન-મૂર્તિને “પરમ-આલંબન” કહ્યું છે. - જિન-મૂર્તિનાં દર્શન-પૂજન-સ્તવનાદિથી આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ અને શુદ્ધિ થાય છે.
પરમાત્મા તુલ્ય આપણે આત્મા છે – એ ભાવને મૂર્તિમાં મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું છે, તેથી તેનાં દર્શન-પૂજનથી આપણને આપણા આત્માનું જ વાસ્તવિક દર્શનસ્પશન થાય છે.
હકીકતમાં પરમાત્માનું ધ્યાન એ પણ એક પ્રકારે પોતાના શુદ્ધાત્માનું જ ધ્યાન છે. આ ધ્યાન સિદ્ધ કરવા માટેનું ઉત્કૃષ્ટ આલંબન પરમાત્મા-મૂર્તિ છે.
આ રીતે “ચૈત્ય—“જિન-મૂતિ” એ આત્મ-વિકાસની સાધનાનું આગવું અંગ હેવાથી એની ઉપકારકતા અને ઉપયોગિતા અમાપ છે.
એ જ રીતે દેવાધિષ્ઠિત પ્રભાવશાળી જિન-મૂતિઓથી પ્રતિષ્ઠિત જિનાલો અને તીર્થોની પણ આધ્યાત્મિક ક્ષેત્રે ઘણી જ મહત્તા અને ઉપકારકતા છે.
ચૈત્યની ઉપાસના અને સંખ્યા-નિર્દેશઃ
ચતુર્વિધ-સંઘને પ્રતિદિન ઉભયકાલ અવશ્ય કર્તવ્ય રૂપ “પ્રતિકમણનાં સૂત્રોમાં ચૈત્ય-સ્તવ અર્થાત્ “અરિહંત ચેઇયાણું” સૂત્ર દ્વારા “અહ ” એટલે કે અરિહંત પરમાત્માની પ્રતિમાઓનાં વંદન-પૂજન આદિ નિમિત્તે કાસ કરવાનું વિધાન છે.
ડ્યો” આ સૂત્ર દ્વારા ત્રણે લેકમાં રહેલી સર્વ જિન-પ્રતિમાઓ સમાધિકારક હોવાથી, તેમને વંદનાદિ નિમિત્તે કાયોત્સર્ગ કરવામાં આવે છે. તેમજ “જાવંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org