________________
૨૨૨ ]
ध्यानविचार-सविवेचन અર્થ-અઢારમું વલય ઋષભદેવ આદિ તીર્થકરોના પરિવારભૂત ગણધર વગેરે સાધુઓની સંખ્યાનું છે. (જુઓઃ પરિશિષ્ટ-૩)
(૧૯) ઓગણીસમા વલયમાં મહત્તરા મુખ્ય (એટલે સાધ્વીઓમાં મુખ્ય ચંદનબાળા) વગેરે સાધ્વીઓની સંખ્યાનું છે. (જુઓ : પરિશિષ્ટ-૩)
(૨૦) વીસમા વલયમાં શ્રાવકની સંખ્યા સ્થાપવામાં આવી છે. (જુઓ પરિશિષ્ટ-૩)
(૨૧) એકવીસમાં વલયમાં શ્રાવિકાઓની સંખ્યા સ્થાપવામાં આવી છે. (જુઓઃ પરિશિષ્ટ-૩)
વિવેચન –ઋષભદેવ વગેરે જેવીસ તીર્થકર ભગવંતના પરિવારભૂત મુખ્ય ગણધરાદિ શ્રમણસમુદાય, સાવી-છંદ, શ્રાવક અને શ્રાવિકાના સમૂહની સંખ્યાના નિદેશપૂર્વક સ્મરણ-ધ્યાન કરવાનું વિધાન– એ અત્યંત મહત્ત્વભયું છે.
સર્વ તીર્થકર ભગવંતે સમગ્ર જીવરાશિના કલ્યાણ અર્થે જે “તીર્થની સ્થાપના કરે છે, તે “તીર્થ પ્રથમ ગણધર અને ચતુર્વિધ-સંઘ સ્વરૂપ છે.
દ્વાદશાંગી રૂ૫ તીર્થના સૂત્રથી રચયિતા ગણધર ભગવંતે છે અને તેને આધાર ચતુર્વિધ-સંધ છે. સર્વે તીર્થકર ભગવંતો તીર્થની સ્થાપના વડે જ મોક્ષમાર્ગ પ્રવર્તાવે છે. દ્વાદશાંગી-એ મોક્ષમાર્ગ છે અને ચતુર્વિધ-સંધ એ મોક્ષમાર્ગને સાધના છે.
ભવરૂપી ભયાનક તોફાની સાગરને પેલે પાર પહોંચાડવામાં સમર્થ જહાજ તુલ્ય તીર્થના આલંબન ભવ્ય આત્માઓને ધર્મમાં પ્રવેશ કરાવવાને અસીમ ઉપકાર સને તીર્થકર ભગવંતો કરે છે.
તીર્થની વિદ્યમાનતા સુધી જે કઈ ભવ્ય આતમા તીર્થની આરાધના દ્વારા સગતિ અને સિદ્ધિ આદિ કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરે છે, તેમાં તીર્થંકર પરમાત્માઓને અનુગ્ર જ કારણભૂત હોય છે.
તીથની મહત્તા :-- પ્રવચન કે સંઘ રૂપ “તીર્થ” એ પરમ પ્રાભાવિક સંસ્થા છે. સકળ જીવહિતકર વિશ્વ-સંસ્થા છે. દુસ્તર, દુલધ્ય સંસાર-સાગરને પાર ઉતારનાર શ્રેષ્ઠ અને સમર્થ નાવ–જહાજ સમાન છે. વિશ્વમાં રહેલા ચરાચર સકળ પદાર્થોના સંપૂર્ણ સ્વરૂપને યથાર્થ રીતે ઓળખાવનાર છે. અત્યંત નિર્દોષ અને શુદ્ધ તથા બીજાથી ન જાણી શકાય એવી “ચરણ” અને “કરણ કિયાનો આધાર છે અને ત્રણે લેકમાં રહેલા શુદ્ધ-ધર્મ–સંપત્તિવાન મહાત્માઓથી આસેવિત છે. વર્તમાન તીર્થકર, ગણધર ભગવંત પણ પૂર્વના તીર્થકર સ્થાપિત તીર્થના આલંબન વડે જ તીર્થકર–ગણધર પદ પ્રાપ્ત કરે છે તથા ઊર્વ, અધે અને તિર્યંગ લેકમાં રહેલા સર્વ ઇન્દ્રાદિ સમ્યગદષ્ટિ દેવો અને મનુષ્યો, તિર્યંચ નિમાં રહેલા સમ્યગદષ્ટિ જીવો તીર્થ–સ્વરૂપ જિન-પ્રવચન અને સંઘ પ્રત્યે અત્યંત આદર અને ભક્તિભાવ ધરાવે છે.
અઢારથી એકવીસ–આ ચાર વલો દ્વારા વિશ્વમાં સર્વોત્તમ, સર્વ શ્રેયસ્કર ગણાતા ગણધર કે ચતુર્વિધ સંઘ રૂ૫ જંગમ તીર્થનું ધ્યાન કરવાનું સૂચન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org