________________
૭૦ ]
ध्यानविचार-सविवेचन (૩) તૃતીય વલયમાં , સહિત આઠ અનાહતની સ્વતંત્ર સ્થાપના કરી, તેને આરાધ્ય દેવરૂપ માની પૂજન કરવાનું વિધાન છે.
આ રીતે યંત્રના કેન્દ્રસ્થાને રહેલા અહ અને સ્વરાદિ વર્ણ-માતૃકાઓના ધ્યાનથી અનાહત નાદ પ્રગટે છે-એમ સૂચિત થાય છે.
અનાહતનો ઉદ્દગમ :
શબ્દ–ધ્વનિથી રહિત, વિક૯૫–તરંગ વિનાનું અને સમભાવમાં સ્થિર થયેલું ચિત્ત જ્યારે સહજ અવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યારે “અનાહત–નાદને પ્રારંભ થાય છે.
પિંડસ્થ, પદસ્થ કે રૂપસ્થ ધ્યાનમાં અક્ષર કે આકૃતિનું આલંબન લેવું પડે છે, તેથી તેને આલંબન-ધ્યાન કહેવાય છે. આલંબન-ધ્યાનમાં સવિકલ્પ-દશા હોય છે અને તે અનેક પ્રકારની હોઈ શકે છે.
ગશાસ્ત્રમાં બતાવેલા આલંબન-ધ્યાનના પ્રકારોમાંથી કઈ પણ એક જ પ્રકારને સતત અભ્યાસ કરવામાં આવે તે સાલંબન-ધ્યાનની પરિપકવ અવસ્થામાં તેના ફળ રૂપે “અનાહત–નાદને પ્રારંભ થાય છે. અક્ષરમાંથી અનાહત–નાદરૂપ અનક્ષરતા પ્રગટે છે.
પ્રાથમિક અવસ્થામાં સ્કૂલ-આલંબન દ્વારા ધ્યાનાભ્યાસને પ્રારંભ કરવો જોઈએ. તે સિદ્ધ થતાં સૂક્ષ્મ-સૂક્ષમતર આલંબન લેવું જોઈએ. તેના સતત અભ્યાસથી “અનાહતનાદને આવિર્ભાવ થાય છે અને “અનાહત-નાદની સિદ્ધિ થતાં દ્વાદશાન્ત બ્રહ્મ-રન્દ્રમાં પ્રવેશ સુલભ બની જાય છે.
અનાહત-નાદથી બાહ્યગ્રથિઓને ભેદ –
અહ અને સ્વરાદિ માતૃકાઓના ધ્યાનથી “અનાહતનાદ પ્રગટે છે અને તે નાભિ, હૃદય, કંઠ આદિ સ્થાનગત પ્રન્થિઓને ભેદતે ભેદતે તે સ્થાનોના મધ્યમાંથી પસાર થઈ ઊર્ધ્વગામી બને છે.
“અહ” આદિને અનાહતથી વેષ્ટિત કરવાનું તાત્પર્ય એ જ જણાય છે કે “અહ” આદિનું ધ્યાન, જ્યાં સુધી “અનાહત-નાદ ન પ્રગટે, ત્યાં સુધી નિત્ય, નિયમિત ધર્યપૂર્વક કરતા રહેવું જોઈએ, પરંતુ જ્યારે “અનાહત-નાદને પ્રારંભ થઈ ગયું હોય, ત્યારે “અહું આદિ અક્ષરોના ધ્યાનની આવશ્યક્તા રહેતી નથી કેમ કે અક્ષરધ્યાન કરતાં “અનાહત-નાદની શક્તિ અનેક ગણું વધારે છે.
અનાહત-નાદથી આંતર (કામણ) ચિઓને ભેદ -
બ્રધરહ્મમાં આત્માને ઉપયોગ સ્થિર થવાથી, આત્મ-સાક્ષાત્કારમાં પ્રતિબંધક કમરૂપ કપાટ-દ્વાર ઊઘડી જાય છે અને ત્યારે અપૂર્વ આનંદને અનુભવ થત હોવાથી જન્મ, જરા અને મરણની ભીતિ દૂર ભાગી જાય છે. સમગ્ર શરીરમાં આનંદમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org