________________
ध्यानविचार-सविवेचन ઉપશમ-શ્રેણિ – જેના દ્વારા આત્મા, મોહનીય કર્મને સર્વથા શાન્ત કરે, એવી ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી વિશુદ્ધ-પરિણામની ધારાને ઉપશમ-શ્રેણિ કહે છે.
આ ઉપશમ-શ્રેણિનો પ્રારંભક અપ્રમત્ત મુનિ જ હોય છે.
શ્રેણિના બે અંશ છે : (૧) ઉપશમ-ભાવનું સમ્યક્ત્વ અને (૨) ઉપશમ-ભાવનું ચારિત્ર.
ચારિત્રમેહનીયની ઉપશમતા કરતા પહેલાં ઉપશમનભાવનું સમ્યકત્વ સાતમે ગુણસ્થાનકે જ પ્રાપ્ત થાય છે કેમકે દર્શન–મેહનીયની સાતે પ્રકૃતિઓ સાતમે ગુણ સ્થાનકે જ ઉપશમાવે છે, માટે ઉપશમ-શ્રેણિનો પ્રસ્થાપક અપ્રમત્ત મુનિ છે.'
કેટલાક અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે –
અવિરત સમ્યગદષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત કે અપ્રમત્ત ગુણ-થાનકમાં વતે કઈ પણ જીવ અનંતાનુબંધી–કષાયને ઉપશમાવે છે. આ અભિપ્રાયે ચેથા ગુણસ્થાનકથી ઉપશમ-શ્રેણિના પ્રારંભક કહી શકાય છે.
તેમાં પ્રથમ અનંતાનુબંધી ઉપશમાવે છે, ત્યાર પછી અંતર્મુહર્ત રહી દર્શનત્રિક ઉપશમાવે છે. દર્શન-ત્રિકની ઉપશમના થયા બાદ પ્રમત્ત-અપ્રમત્ત ગુણઠાણે સેંકડો વાર પરાવર્તન કરીને અપૂર્વકરણ નામના (આઠમા) ગુણઠાણે જાય છે. ત્યાં અંતમુહૂર્ત પર્યત સ્થિતિઘાતાદિ (સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણ-સંક્રમ અને અપૂર્વ-સ્થિતિબંધ – એમ પાંચ પદાર્થ) વડે ઘણી સ્થિતિ અને ઘણે રસ ઓછો કરી, અનિવૃત્તિબાદર સંપરાય નામના નવમાં ગુણઠાણે જાય છે. અહીં પણ સ્થિતિઘાતાદિ વડે ઘણી સ્થિતિ અને ઘણે રસ ઓછો કરે છે. આ ગુણસ્થાનકની સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે ચારિત્ર્ય-મેહનીયની ૨૧ પ્રકૃતિનું અંતરકરણ કરે છે.*
ત્યાર પછી પહેલાં “નપુંસકદિ' ઉપશમાવે છે, ત્યાર પછી સ્ત્રીવેદ; ત્યાર પછી એકી સાથે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા રૂપ “હાસ્ય–ષક' ઉપશમાવે છે.
ત્યાર પછી “પુરુષ વેદ', ત્યાર પછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, ત્યાર પછી સંજવલન કેલ, ત્યાર પછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ માન. અને પ્રત્યાખ્યાનાવરણ માન, ત્યાર પછી સંજવલન માન, ત્યાર પછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ માયા, અને પ્રત્યાખ્યાનાવરણ માયા, ત્યાર પછી સંજવલન માયા, ત્યાર પછી એક સાથે અપ્રત્યાખ્યાનાવરણ લોભ, અને પ્રત્યાખ્યાનાવરણ લોભ ઉપશમાવે છે.
અંતરકરણ” એટલે અંતર્મુદતમાં ભગવાય તેટલા સ્થાનકના દલિકાને ત્યાંથી ખસેડી, દલિક વિનાની શુદ્ધભૂમિકા કરવી તે-જે કે તે શુદ્ધભૂમિનું નામ જ “અંતરકરણ” છે, પરંતુ ત્યાંથી દલિકે ખસ્યા વગર શુદ્ધભૂમિ થતી નથી. તેથી કારણમાં કાર્યને આરેપ કરીને, “અંતરકરણ” ક્રિયા-કાળને પણ અંતરકરણ” કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org