________________
ध्यानविचार-सविवेचन
(૭) તીર્થકર માતૃવલય મૂળપાઠ-ઘરાવોન-વાયામનાનુજતર્રાર્થના જ વસ્ત્ર iણા
અથ :- જેઓ પરસ્પર અવલેકન કરવામાં વ્યગ્ર છે, તેમજ જેમણે ડાબા ઢીંચણ ઉપર પોતાનાં બાળકે–તીર્થકરોને બેસાડેલા છે, તેવી ચોવીસ તીર્થકરોની માતાઓ (આકૃતિઓ)ની સ્થાપના સાતમા વલયમાં કરવામાં આવે છે.
વિવેચન-સાતમાં વલયમાં ચોવીસ તીર્થંકરની માતાઓ તીર્થકર સ્વરૂપ પિતાના પુત્રને ખોળામાં-ડાબા ઢીંચણ ઉપર બેસાડીને પરસ્પર એકબીજા સામે-દષ્ટિમાં દષ્ટિ મેળવીને, અવકન કરતા એવા ચોવીસ તીર્થંકર પરમાત્માઓ અને તેમની માતાઓની સ્થાપના કરવામાં આવી છે.
આ વલય “રૂપ-ધ્યાનનું દ્યોતક છે. તેમાં જગતના સર્વ શ્રેષ્ઠ પુરુષ-રત્નને જન્મ આપનાર માતા અને લેકમાં ઉત્તમોત્તમ એવા પુરુષ-રનના ધ્યાનનું પરમ રહસ્ય બતાવવામાં આવ્યું છે.
માતા અને પુત્ર બંનેના પરસ્પર-અવલોકનની મુદ્રાએ તેમનું ધ્યાન કરવાનું સુચન અત્યંત મહત્વપૂર્ણ જણાય છે.
ત્રણે જગતમાં માતાને પુત્ર પ્રતિ અજોડ વાત્સલ્ય અને પુત્રને માતા તરફ અવિહડ પ્રેમ – પરમભક્તિઃ તે બન્નેની પરાકાષ્ઠા દર્શાવવા માટે જ જાણે આવી મુદ્રાનું ધ્યાન બતાવવામાં આવ્યું હોય એમ લાગે છે.
ધ્યાતાના હૃદયમાં જગતના સર્વ જીવો પ્રત્યે વાત્સલ્યભાવ અને ગુણી પુરુષ પ્રત્યે ભક્તિભાવ, પ્રમેદભાવ પ્રગટાવવા માટે આ ધ્યાન પ્રકૃષ્ટ સાધન છે.
જેવા પ્રકારનું ધ્યેય હોય છે, તેને ધ્યાનથી ધ્યાતા પણ તે જ સ્વરૂપને પામે છે.
પ્રસ્તુતમાં ધ્યેયરૂપે પરમ વાત્સલ્યને ધરનારી જગન્માતા સ્વરૂપ તીર્થકરની માતા છે. અને તેમના પ્રતિ અવિહડ ભક્તિ ધરનાર સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા છે. પરસ્પરનાં અપૂર્વ વાત્સલ્ય અને ભક્તિભાવને અભિવ્યક્ત કરતી આ મુદ્રાના ધ્યાનથી સાધકના હૃદયમાં પણ વાત્સલ્ય અને ભકિતગુણનું પ્રગટીકરણ સહજ રીતે અવશ્ય થાય છે.
માતાની પ્રધાનતા :- જગતમાં સેંકડો સ્ત્રીઓ સેંકડે પુત્રને જન્મ આપે છે, પણ તીર્થકર જેવા નિરુપમ પુત્રરત્નને જન્મ આપનારી શ્રી તીર્થંકર દેવની માતા તુલ્ય બીજી કઈ માતા જગતમાં હતી નથી. ગ્રહ, નક્ષત્ર અને તારાઓ બધી દિશાઓમાં ઊગે
* ઉકત મુદ્રાએ નાભિકમળ ઉપર નજર ઠરે છે એટલે સમગ્ર દેહમાં અપૂર્વ આહાદ લહેરરૂપે ફેલાય છે, જે માતાના અમાપ વાત્સલ્યનું પરિણામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org