________________
ध्यानविचार-सविवेचन છે, પણ પોતાનાં જ તેજ–કિરણેથી સમગ્ર વિશ્વને પ્રકાશથી ભરી દેતા સૂર્યને તે પૂર્વ દિશા જ જન્મ આપે છે. (આ જ વિશિષ્ટપણું તીર્થંકર પરમાત્માની માતા ધરાવે છે.)
લોકિક વ્યવહારમાં પણ ઉપકારની દષ્ટિએ પિતા કરતાં માતાનું સ્થાન માન અધિક અને અગ્રિમ હોય છે, તેમાં પણ તીર્થંકર પરમાત્માની માતાનું સ્થાન ઘણું ઊંચું હોય છે. દેવ-દેવેન્દ્રો પણ તેમને નામે છે. તીર્થંકર પરમાત્માની માતાને શાસ્ત્રકાર જગન્માતા” કહીને સંબોધે છે. દરેક માતા પિતાના સંતાનની જ માતા કહેવાય છે, જ્યારે તીર્થંકર પરમાત્માની માતાને “જગન્માતા કહેવાનું તાત્પર્ય એ છે કે તે વિશ્વને એવા પુત્રરત્નની ભેટ આપે છે, જે સમગ્ર વિશ્વનું હિત કરે છે, રક્ષણ કરે છે.
એટલે તે શક્રેન્દ્રને ઉદૉષણ કરવી પડે છે કે – “જિન-જનની શું જેહ ધરે બેદ, તસ મસ્તક થાશે છેદા” (ના-પૂજા—પૂ. વીર વિજયજી મહારાજ સાહેબ.)
આ પંકિતમાં ભારોભાર વિશ્વાત્સલ્ય છે.
આ પંકિત જિનેશ્વર દેવની કવ્યમાતાની સાથે સાથે ભાવમાતાનું પણ હાર્દિક બહુમાન કરવાનું સૂચવે છે.
લૌકિક વ્યવહારમાં પુત્રે માત્ર પિતાનાં માતા-પિતા, કુટુંબ આદિનું પાલનરક્ષણ વગેરે કરતા હોય છે, માટે તેઓની માતા, માત્ર પોતાના જ પુત્રની જ માતા કહેવાય છે; જ્યારે તીર્થંકર પરમાત્મા જ એક એવા લોકેત્તર પુરુષ છે કે જે સર્વનું હિત કરે છે, પાલન કરે છે, રક્ષણ કરે છે, માટે તેમની માતા “જગન્માતા” કહેવાય છે.
બાળકને પિતાની ઓળખ માતાથી થાય છે, માટે પણ માતાનું સ્થાન પિતા કરતાં આગળ છે.
પિતૃ વલયથી પ્રથમ “માતૃ વલય” નું વિધાન પણ “માતૃપદીની પ્રધાનતાને જ સૂચવે છે. x स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् नान्या सुत स्वदुपमं जननी प्रसूता । सर्वा दिशो दधति भाति सहस्ररश्मि प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ॥ -મામર સ્તોત્ર; છો.-૨૨ * વીસ તીર્થકર ભગવતેની માતાઓનાં નામઃ (૧) મરદેવા, (૨) વિજ્યા, (૩) સેના, (૪) સિદ્ધાર્થા, (૫) મંગલા, (૬) સુસીમા, (૭) પૃથવી, (૮) લમણા, (૯) રામા, (૧૦) નંદા, (૧૧) વિષ્ણુ, (૧૨) જયા, (૧૩) શ્યામા, (૧૪) સુયશા, (૧૫) સુત્રતા, (૧૬) અચિર, (૧૭) શ્રી, (૧૮) દેવી, (૧૯) પ્રભાવતી, (૨૦) પન્ના, (૨૧) વઝા, (૨૨) શિવા, (૨૩) વામા, (૨૪) ત્રિશલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org