________________
ध्यानविचार-सविवेचन વૈખરી-વાણીમાં વાચક–પદનું આલંબન હોય છે. મધ્યમામાં વૈકલ્પિક પદનું (મને ગત વિક૯૫નું) આલંબન હોય છે અને તે આલંબન દ્વારા પશ્યન્તી અને પર અવસ્થા પ્રગટે છે ત્યારે નિર્વિકલ્પ ચિત્માત્ર સમાધિને અનુભવ થાય છે.
લેગસ્ટ-સૂત્રમાં વીસ તીર્થંકર પરમાત્માના નામને નિર્દેશ છે તેમ આ વલયમાં ત્રણે ચોવીસીના તીર્થંકર પરમાત્માઓના નામાક્ષરોને ન્યાસ કરવાનું વિધાન છે.
પૂર્વના વલયોમાં અક્ષર-ન્યાસનું વિધાન હતું તેમ અહીં પણ પરમાત્માના નામાક્ષરોને ન્યાસ કરવાનું સૂચન છે, તે “પદસ્થ–ધ્યાનના મહત્વને દર્શાવે છે.
પદસ્થ ધ્યાનમાં અક્ષર-ન્યાસનું મહત્ત્વ પ્રસિદ્ધ છે, જ્યારે તીર્થંકર પરમાત્માઓનાં નામોને વિધિપૂર્વક વલયાકારે કે નાભિ આદિ સ્થાનોમાં ન્યાસ કરી, માનસિક સ્મરણ-ચિંતન કરી તેને મધ્યમામાંથી પશ્યન્તી-વાણ રૂપે અતિસકમ બનાવવામાં આવે છે ત્યારે તે નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચાડે છે.
પ્રભુના-નામને મહિમા -
પરમાત્મા નામાક્ષરમાં અનેક મંત્રો અને વિદ્યાઓના બીજાક્ષરો છુપાયેલા હોય છે. સર્વોચ્ચ શ્રદ્ધા અને ભાવપૂર્વક તેનું સ્મરણ કરવા માત્રથી જ સર્વ પ્રકારના ભયેનું અને રાગનું શમન થઈ જાય છે. ભૂત, પ્રેત અને પિશાચ આદિના સર્વ ઉપદ્ર ટળી જાય છે. ભયાનક વિષધરોનાં વિષ ઊતરી જાય છે અને હિંસક પ્રાણીઓના આઘાત તથા ભવભ્રમણના ફેરા ટળી જાય છે.
પ્રભુના નામનું કીર્તન આત્માને અશુભમાંથી શુભ તરફ લઈ જાય છે, અંધારામાંથી બહાર કાઢીને દિવ્ય પ્રકાશ તરફ લઈ જાય છે, ક્ષુદ્ર સ્વાર્થના કુંડાળામાંથી બહાર કાઢીને ઉત્તમ પરમાર્થના પાવનકારી પંથે દોરી જાય છે અને પુદ્ગલના રાગમાંથી છોડાવીને ચેતનાના રાગ તરફ લઈ જાય છે.
પ્રભુ–નામના જાપથી સર્વ પ્રકારનાં પાપોનો નાશ થાય છે. સૂર્ય પ્રગટતાં પલાયન થતા અંધકારની જેમ પ્રભુ-નામના જાપના પ્રભાવથી પ્રાણેમાં પવિત્રતા પથરાય છે. મનના પ્રદેશમાં પ્રભુતા પ્રતિષ્ઠિત થાય છે.
સિદ્ધ-મંત્ર સ્વરૂપ પરમાત્માના નામથી ગૌરવશાળી બને છે, એટલું જ નહિ પણ અજરામર મિક્ષ સ્થાનના અધિકારી બને છે.
પ્રભુજીનાં બધાં જ નામે મહામંત્ર સ્વરૂપ છે, માટે તેનાં સ્મરણ-મનન-ધ્યાનથી સર્વ પ્રકારની બાહ્ય આપત્તિઓ અને રાગદ્વેષાદિ આંતરિક દોષને પણ ક્ષય થઈ જાય છે.
મહામાભાવિક “ઉવસગ્ગહર” તેત્રમાં પ્રભુના નામ-મંત્રને અદ્દભુત મહિમા ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામીજીએ વર્ણવ્યા છે. પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુજીના નામ-મંત્રનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org