________________
૨૦૨ ]
ध्यान विचार - सविवेचन
વિવેચન :- પ્રથમના અક્ષર-વલયામાં વિશેષ (વ્યક્તિગત) નામ વિના સામાન્ય પે અક્ષર, શુભાક્ષર વગેરેના ન્યાસનું વિધાન કરવામાં આવ્યુ છે. જ્યારે અહી ભાવતી કર પરમાત્માનાં (વ્યક્તિગત વિશેષરૂપથી તેમનાં) નામેાલ્લેખપૂર્ણાંક અક્ષગના ન્યાસ કરવાનું વિધાન છે અને તે પ્રભુના નામ-મત્રને અપૂર્વ મહિમા બતાવવા માટે છે.
પ્રભુ નામના સ્મરણ-મનનનેા કલ્પનાતીત પ્રભાવ ખતાવવા માટે જ ‘લાગસ-સૂત્ર’માં ચાવીસ તીર્થંકર ભગવંતાની નામ-ગ્રહપૂર્વક ભાવપૂર્ણ સ્તુતિ કરવામાં આવી છે. પાપ-ક્ષય અને એધિ - સમાધિના હેતુથી કરવામાં આવતા ‘કાયેત્સંગ'માં પણ લેગમ-સૂત્ર'નું સ્મરણ-મનન કરવામાં આવે છે, તેનું ખીજું નામ ‘નામ-સ્તવ’ છે.
પ્રભુના નામ-મોંત્ર દ્વારા સાધકને પ્રભુનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે કારણ કે નામ અને નામી વચ્ચે કથ ચિત્–અભેદ (સંબંધ) હોય છે.
આ અપેક્ષાએ નામ'ને નિત્ય અને અવિનાશી માન્યું છે કારણ કે નામનેા સંબધ દ્રવ્ય સાથે છે, દ્રવ્યને સબધ ગુણુ–પર્યાય સાથે છે અને દ્રવ્ય શાશ્વત હોય છે. નામ વડે પ્રભુના શુદ્ધ આત્મ દ્રવ્યનું સ્મરણુ થાય છે. તે દ્રવ્ય-અન ́ત ગુણુ અને પર્યાયનું ધામ છે, નિષ્કલંક અને નિરાવરણ છે.
જિનેશ્વર પરમાત્માનાં નામ-એ ચારે અનુયાગમાં મુખ્ય એવા દ્રવ્યાનુયોગ' છે. પ્રભુના નામેાચારની સાથે જ સાધકના હૃદયમાં પ્રભુની સાક્ષાત્ ઉપસ્થિતિને અનુભવ થાય છે.
વસ્તુત: દેહરૂપે પરમાત્મા વિદ્યમાન ન હોવા છતાં તે સમયે બેધ રૂપે (ઉપયોગ રૂપે) તે ધ્યાતાને તેમનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે.
પરમાત્માનાં નામેા પરમ પાવનકારી પદે હેવાથી તેના સમાત્રબન ધ્યાન વડે ધ્યાતાને અનુક્રમે ચિત્ત-પ્રસાદ, બેાધિ અને સમાવિ પ્રાપ્ત થાય છે.
મંત્રાત્મક-દેવતાવાદની પ્રથામાં મંત્ર અને દેતાના અભેદ માનવામાં આવે છે, એ દૃષ્ટિએ પણ પ્રભુનું નામ મંત્ર-સ્વરૂપ હોવાથી પ્રભુ સાથે કથચિત્ અભેદ ધરાવે છે.
જિનાગમેામાં પણ નામાદિ-નિક્ષેપે અરિહંત પરમાત્માના ચાર પ્રકાર બતાવ્યા છે. તેમાં નામ એ પ્રથમ પ્રકાર છે. નામ એ વસ્તુને જ પર્યાય છે.
નામ સિવાય ન તા વ્યવહાર ચાલી શકે અને વ્યવહાર સિવાય નિશ્ચય દૃષ્ટિના ઉધાડ પણ શકય ન બને.
પરમાત્માના નામ મંત્રની ઉપાસના એ પત્થ-ધ્યાન છે, તેના દ્વારા પરમાત્મા સાથે ઐકય સાધી શકાય છે.
પદના બે પ્રકાર છે : (૧) સ્થૂલ અને (ર) સુક્ષ્મ.
પદ જયારે સ્થૂલ અવસ્થામાંથી સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યારે તે દેવતા એટલે જ્યેાતિસ્વરૂપને પામે છે.
પદસ્થ ચાન'માં પ્રથમ સ્થૂલ-પદ એટલે કે વૈખરી-અવસ્થાગત પદ અને મધ્યમાઅવસ્થાગત પદનુ આલંબન લીધા પછી સૂક્ષ્મ-પદ એટલે કે પશ્યન્તી અને પરાગત પદ્મનુ આલખત લેવાનું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org