________________
ध्यानविचार-सविवेचन
[ ૭૧ સ્વરૂપે વાપીને રહેલે આત્મા પ્રત્યક્ષ થાય છે! સચ્ચિદાનંદ મૂર્તિનાં દર્શન કરીને ચેતના, આત્મા સાથે લયલીન બની જાય છે.
તેલ-ધારાની જેમ અવિચ્છિન્ન ગતિએ ચાલતા “અનાહત-નાદના પ્રવાહ વડે અનેક કર્મ-વગણાઓને અને તજજન્ય રાગ-દ્વેષાદિ ગ્રથિઓને ભેદ થઈ જવાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે.
અનાહત-શબ્દના પ્રકારે અને તેનું ફળ -
પૂર્વે બતાવેલા “બિન્દુ-નવકમાં નાદ, નાદાંત, શક્તિ, વ્યાપિની, સમના અને ઉન્મના–આ છ યે નાદના જ પ્રકારો છે અને તે “અનાહતનાદની ક્રમે ક્રમે થતી સૂક્ષમતા અને મધુરતાના જ સૂચક છે.
અનાહત-શબ્દોના અનુભવને “અમૃતોપમપ્રચય” અર્થાત્ અમૃત તુલ્ય આત્માનંદને શીવ્ર અનુભવ કરાવનારો કહ્યો છે.
અનાહત-શબ્દના દશ પ્રકાર નીચે પ્રમાણે છે –
(૧) ચિણી–શબ્દ, (૨) ચિંચિણી-શબ્દ, (૩) ચિરિ–શબ્દ, (૪) શંખ-અવનિ, (૫) તંત્રી-નિર્દોષ, (૬) વંશ-રવ, (૭) કાંસ્ય-વિનિ, (૮) મેઘ-ઇવનિ, (૯) વાઘ-નિર્દોષ અને (૧૦) દુંદુભિ-સ્વન.
આ બધા પ્રકારો, તેનાં ભિન્ન ભિન્ન સ્થાનો અને તેનાં ફળો વગેરેનું વિસ્તૃત વર્ણન જુદાં જુદાં મંત્રશાસ્ત્રોમાં મળે છે.
આ દશે પ્રકારોમાં નવ નાદેને કેમશઃ ત્યાગ કરી, દશમા દુંદુભિ-વન અર્થાત્ સુંદુભિ-વનિ તુલ્ય નાદનું ધ્યાન કરવાથી આત્મ-સાક્ષાત્કાર થાય છે અને નાદને વનિ સ્થિગિત થતાં સહજ-સમાધિ-દશા પ્રાપ્ત થાય છે. જે મોક્ષદાયક નીવડે છે.
આ નાદ સૂક્ષમ અને અવ્યક્ત–વાનિ રૂપ હોવાથી ધ્યાન-ગમ્ય છે.
સામાન્ય છે કે જેમની ઈદ્રિયો અને મન બહિર્મુખ હોય છે, તેઓને આ નાદ સંભળાતો નથી, પરંતુ કેઈ ઉત્તમ પુરુષને ગુરુ-કૃપાએ ધ્યાનાભાસ કે મંત્રસાધનાના પ્રભાવે જ પ્રાણ અને મનની નિમળતા અને સ્થિરતા થવાથી “અનાહત–નાદ રૂપ સૂક્ષમ-ધ્વનિનું શ્રવણ થાય છે અને પછી તે વનિનું ધ્યાન કરતાં કરતાં ચિત્ત અત્યંત શાન્ત અને નિર્મળ બને છે.
મનની પરમ સ્થિરતા-નિશ્ચલતા પ્રાપ્ત થયા પછી આ નાદનું શ્રવણ થતું નથી, પરંતુ “અનાહત-સમતા” અને “સમાધિ” પ્રગટે છે; અગમ, અગોચર આત્મ-તત્તવને અનુભવ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org