________________
ध्यानविचार-सविवेचन જેમ જેમ કાયોત્સર્ગનો અભ્યાસ વધતો જાય છે, તેમ તેમ ધ્યેયમાં આંતર અને બાહ્ય દષ્ટિની નિશ્ચલતા-અનિમેષતા વધતી જાય છે અને બારમી પ્રતિમા સુધી પહોંચતા સુધીમાં તે એક રાત્રિ એટલે કે બાર કલાક સુધી માત્ર એક શુષ્ક-પુદ્ગલ ઉપર અનિમેષ દષ્ટિએ કાયોત્સર્ગ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે.
આ રીતે “તારા અને પરમ તારા ધ્યાન, એ કાર્યોત્સર્ગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી નિશ્ચલતા અને અનિમેષ-દષ્ટિનું તારતમ્ય બતાવે છે.
કાત્સગ –સૂત્ર અને ચિત્યસ્તવમાં કાર્યોત્સર્ગનું સ્વરૂપ, નિમિત્તો અને હેતુઓ વગેરેનો ઉલ્લેખ થયેલ છે તેમાં ઉત્તરોત્તર વધતી જતી શ્રદ્ધા, મેધા, છતિ, ધારણ અને અનુપ્રેક્ષાપૂર્વક કાર્યોત્સર્ગ કરવાનું વિધાન છે.
શ્રદ્ધાદિ પાંચની વૃદ્ધિથી કાર્યોત્સર્ગમાં નિશ્ચલ–દષ્ટિ અને અનિમેષ-દષ્ટિ વિકાસ પામે છે. બાહ્ય-દષ્ટિની નિશ્ચલતા આદિ આંતષ્ટિની નિશ્ચલતાની દ્યોતક છે.
(૧૫-૧૬) લય-પરમલય ધ્યાન મૂળપાઠ – ૪ – વસ્ત્રપરા સંજે થતા
__ भावतोऽहंदादिचतुःशरणरूपश्चेतसो निवेशः ॥१५॥ परमलयः - आत्मन्येवात्मानं लीनं पश्यतीत्येवंरूपः ॥१६॥
અર્થ - લય-જલેપ આદિ દ્રવ્યથી વસ્તુઓને જે પરસ્પર ગાઢ સંગ, તે દ્રવ્યથી લય છે.
અરિહંત, સિદ્ધ, સાધુ તથા કેવળી-પ્રરૂપિત ધર્મ-આ ચારનું શરણ અંગીકાર કરવા રૂપ જે ચિત્તનો નિવેશ, તે ભાવથી લય છે.
પરમલય આત્મામાં જ આત્માને લીન થયેલ જે તે પરમલય છે. વિવેચન-કાયોત્સર્ગમાં સ્થિત સાધકની બાહ્ય-દષ્ટિની નિશ્ચલતા અને અનિમેષતાનું તારતમ્ય તારા અને પરમતારા ધ્યાન દ્વારા બતાવવામાં આવ્યું છે. તે સમયે સાધકની આંતરદૃષ્ટિ-અરિહંતાદિ કયા ધ્યેયના ચિંતનમાં લીન હોય છે-તે અંતર્લક્ષ્યનું સ્વરૂપ પ્રસ્તુત ‘લય અને પરમલય” ધ્યાન દ્વારા બતાવવામાં આવે છે.
‘લય” ધ્યાનમાં મુખ્યતયા ધ્યેય રૂપે અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વ પ્રણીત ધર્મની સંપૂર્ણ શરણુગતિને ભાવ હોય છે અર્થાત ધ્યાતાનું ચિત્ત અરિહંતાદિના સ્મરણમાં કે ગુણ-ચિંતનમાં લીન હોય છે.
ચઉશરણ પન્નામાં તેમજ “પંચસત્રમાં અરિહંતાદિ ચારેયનું શરણું પરમ ભક્તિપૂર્ણ હૈયે. ઉલ્લસિત – રેખાચિંત દેહે, વિકસિત નયને, મસ્તકે અંજલિ જેડીને સ્વીકારવાનું કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org