________________
ध्यानविचार-सविवेचन જેઓ ખરેખર શરણ્ય છે “સરણદયાણું છે, તેઓનું જેઓ ત્રિવિધે અંતઃકરણપૂર્વક શરણ અંગીકાર કરે છે, તેઓને શરણ્ય તે પરમાત્મા, પૂર્ણતયા નિર્ભય-નિશ્ચિત યાને સ્વતુલ્ય બનાવે છે.
સાધકચિત્તને પરમાત્મામાં લય થવો એ જ સર્વોત્કૃષ્ટ શરણભાવ છે, શરણાગતિ છે.
જગતના તમામ જીવન દુઃખનું વારણ અને સુખનું કારણ સ્વભાવતઃ અભયકર અરિહંત પરમાત્માનું શરણ છે. ૨૫
શરણ્ય પ્રતિની શરણાગતિને ભાવ ક્રમશઃ પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે સાધકનું ચિત્ત શરણ્યઅરિહંતાદિમાં લીન થઈ જાય છે અને શરણ્યમાં શરણાગતની લીનતા એ લયસ્થાન છે.
કાર્યોત્સર્ગમાં પણ ઉપરોક્ત તો-પદે જ યેયરૂપ હોય છે. પ્રતિક્રમણદિ આવશ્યક-ક્રિયાઓમાં કાન્સગ કરતી વખતે “લોગસ્સ અને નવકારમંત્ર ગણવાનું વિધાન છે.
લેગસ–સૂત્રમાં અરિહંત અને સિદ્ધ પરમાત્માના નામનું સ્મરણ થાય છે અને નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠી ભગવંતનું સ્મરણ થાય છે.
“ગસ્ટ-સૂત્ર “ઉદ્યોતકર” અને “નામસ્તવ–આ બે નામથી ઓળખાય છે. તેના અવલંબનથી લય ઉત્પન્ન થાય છે.
પરમાત્માનું નામ-સ્મરણ એ શરણગમન સ્વરૂપ જ છે. કાર્યોત્સર્ગમાં લોગસ્સ–સૂત્ર કેનવકારમંત્રના સ્મરણ અને ધ્યાન દ્વારા પરમાત્માની સંપૂર્ણ શુદ્ધતાનું જ સ્મરણ અને ધ્યાન થાય છે અને જેમનામાં સંપૂર્ણ શુદ્ધતા પ્રગટેલી છે, તેમનાં સ્મરણ અને ધ્યાન વડે જ ધ્યાતાને પોતાના આત્માની સંપૂર્ણ શુદ્ધતાનું સ્મરણ અને ધ્યાન થાય છે.
આત્મા, આત્મા વડે આત્મામાં–આત્મસ્વભાવમાં લીન બને છે તેને જ પરમ લય કહે છે; પરંતુ તેની ભૂમિકાની પ્રાપ્તિ ચતુઃશરણુ-ગમનના પ્રકૃષ્ટ પરિણામથી જ થાય છે.
અરિહંતાદિના સ્મરણ-શરણથી તેમનામાં રહેલા શુદ્ધધર્મનું આદર-બહુમાન થાય છે. તેથી શરણુંગત-સાધકમાં પણ તે જ શુદ્ધ-ધર્મ પ્રગટે છે, પરંતુ અરિહંતાદિના આલંબન સિવાય કોઈ પણ આત્મા પિતાના શુદ્ધધર્મને–શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી.
કહ્યું પણ છે કે–“પરમાત્માના સ્વરૂપને જાણ્યા વિના આત્મતત્વમાં સ્થિતિ(સ્થિરતા) થતી નથી અને પરમાત્મ-સ્વરૂપને જાણીને મુનિઓ તેના જ વિરાટ વૈભવને પ્રાપ્ત કરે છે.” * માટે મુમુક્ષુ-સાધકે એ પરમાત્માના સ્વરૂપને જ સૌ પ્રથમ જાણવું જોઈએ અને અન્યનું શરણ–આલંબન છોડી, તેમનામાં જ અંતરાત્માને સ્થાપિત કરી, તેમનું જ ધ્યાન કરતા રહેવું જોઈએ.
પરમાત્મા સ્વરૂપનું ચિંતન –
જે વાણને અગોચર છે, અવ્યક્ત, અનંત, અજર, જન્મ-મરણના બ્રમણથી રહિત, શબ્દાતીત અને નિર્વિકલ્પ છે તેવા પરમાત્માનું જ ચિંતન કરવું જોઈએ. ર. પુસા ! ટુ-વાર, વિમાનદ अजिअं संति च भावओ, अभयकरे सरणं पवज्जहा ॥
– અનિત-રાન્તિ-સ્તવ; નાથા ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org