________________
૭૪ ]
ध्यानविचार-सविवेचन પ્રકારના ઉપસર્ગ, ઉપદ્રવોથી રહિત એવું મોક્ષપદ પ્રાપ્ત થાય એ માટે પણ કાયોત્સર્ગ – ધ્યાન કરવાનું શાસ્ત્રીય વિધાન–એ તેના અનુપમ સામર્થ્યનું ઘોતક છે.
આમ પ્રત્યેક કાર્યોત્સર્ગ કેઈક ચોક્કસ સંકલ્પપૂર્વકને હોય છે “અરિહંત ચેથાણું કરેમિ કાઉસ્સગ્ગને “સુખદેવયા એ કરેમિ કાઉસ્સગ્ગથી માંડીને “કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણાર્થ” અને “દુઃખફખ કમ્મફખએ નિમિત્ત તથા “પાવાણું કમ્માણું નિવ્વાણુઠાએ, ક્ષુદ્રોપદ્રવ ઉઠ્ઠાવણુથઈત્યાદિ સંકલ્પપૂર્વક કાર્યોત્સર્ગ–ધ્યાન કરવામાં આવે છે. કાર્યોત્સર્ગ દ્વારા સંકલ્પ કાર્યશીલ બને છે.
સંકટમાં સપડાએલાં દ્રૌપદીજી કાઉસ્સગ્ન કરે છે અને ઉપરથી પસાર થતું ઈન્દ્રનું વિમાન અદ્ધર થંભી જાય છે.
સુદર્શન શેઠને શૂળી પર લઈ જવાતા જોઈ મહાસતી મનેરમાં કાર્યોત્સર્ગ કરે છે અને શાસનદેવી હાજર થાય છે, શુળીને સિંહાસનમાં પલટી નાખે છે.
આવા અનેક પ્રસંગો આપણે કથા-સાહિત્યમાં નોંધાએલા છે, જે કાયોત્સર્ગ દ્વારા સંકલ્પ–શક્તિને મળતાં સમર્થનને વનિત કરે છે.
ધાર્મિક–પ્રવૃત્તિઓમાં પ્રાથમિક કર્તવ્ય રૂપ પ્રભુ દર્શન-પૂજન અને ચૈત્યવંદન આદિ અનુષ્ઠાને કરવામાં શાસ્ત્રીય-વિધિનું પાલન અત્યંત આવશ્યક છે.
અવિધિએ સમયમાં દોર પણ નથી પરોવી શકાતે, તે અવિધિએ મન પ્રભુજમાં ન પરોવાય તે સ્વાભાવિક છે.
માટે અનુષ્ઠાને માં બતાવેલ વિધિ-નિષેધના પાલનથી સાધકનાં મન, વચન અને કાયા નિર્મળ તથા નિશ્ચલ બને છે અને જ્ઞાનાદિ રત્નત્રયીની આરાધનાને લગતી વિવિધ
ગ-પ્રક્રિયાઓને સુંદર અભ્યાસ થતાં, તે આરાધનાના પ્રભાવે અપૂર્વ આત્મિક આનંદ અનુભવી શકાય છે.
શ્રી જિનપ્રણીત પ્રત્યેક અનુષ્ઠાન પ્રણિધાનપૂર્વક કરવાથી તેની સિદ્ધિ થાય છે. મન, વચન અને કાયાની એકાગ્રતા એ પ્રણિધાન છે.
કાયાની ચપળતા ઉપર કાબૂ મેળવવા ઇન્દ્રિયોના વ્યાપારને નિયંત્રિત કરે જરૂરી છે.
નિયંત્રિત કરો એટલે સ્વવરાવતી કરે.
મનની જેમ આંખ પણ અત્યંત ચપળ ઈન્દ્રિય છે એટલે મન સ્થિર બનાવવા માટે દૃષ્ટિની સ્થિરતા જરૂરી છે. દષ્ટિને અપલક યા નિમિષ બનાવવી એ પણ શુદ્ધીકરણની એક ક્રિયા છે, જેને હઠાગની પરિભાષામાં ત્રાટક' કહે છે. દષ્ટિની નિનિમેષતાએકાગ્રતા વધે છે, તેમ તેમ મનના વિક્ષેપોનો નાશ થાય છે, સંકલ્પશક્તિ વિકસે છે. ચિંતન અને ધ્યાનની ભૂમિકામાં સ્થિરતા અને પ્રગતિ થતી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org